નવી દિૃલ્હી. લંડનથી બેંગલુરુ જતી એર ઇન્ડિયાની લાઇટ ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડેડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનને ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.
લંડનથી બેંગલુરુ જતી લાઇટ એઆઇ ૧૩૨ પર યુઅલ કંટ્રોલ સ્વીચ “રન” થી “કટઓફ” પોઝિશન તરફ જઈ રહૃાો હતો, જેના કારણે યુઅલ લો બંધ થવાનું જોખમ હતું. એરલાઇને તપાસ શરૂ કરી છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને એરક્રાટ ઉત્પાદૃકોને જાણ કરી છે
સોમવારે, એર ઇન્ડિયાના એક પાયલોટે બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનરના યુઅલ કંટ્રોલ સ્વીચમાં સંભવિત ખામીની જાણ કરી હતી. આ બાબતની જાણ એવિએશન વોચડોગ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ને કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાન લંડનથી બેંગલુરુ જઈ રહૃાું હતું અને સોમવારે સવારે બેંગલુરુમાં ઉતરાણ કર્યું હતું.
