પ્રદેશ લીગલ સેલ સંયોજક જે.જે. પટેલ, સહ સંયોજક અનીલ દેસાઇ આપશે માર્ગદર્શન
આગામી તા. 6- 3 -2026 ના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી અનુસંધાને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સમરસ પેનલના સમર્થનમાં આવતીકાલે ભવ્ય વકીલ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.
આ સંમેલનને પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક તેમજ હાલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ દ્વારા સંબોધન કરવામાં આવનાર છે. વર્ષ 2005થી પ્રદેશ ભાજપ લીગલ સેલ ના સંયોજક જે. જે. પટેલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ સમર્પિત સમરસ પેનલ બનાવવામાં આવે છે. અને તે પેનલ છેલ્લા 20 વર્ષથી બહુમતી મેળવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નેતૃત્વ સંભાળી રહેલ છે. 25 સભ્યોને ચૂંટવા માટે ભાજપ લીગલ સેલ પોતાની સમરસ પેનલ તૈયાર કરી ચૂંટણીના મેદાનમાં ઉતરનાર છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા સેન્ટર તેમજ ભાજપ લીગલ સેલ સમગ્ર ગુજરાતમાં જ્યાં મજબૂત સ્થિતિ ધરાવે છે એવા રાજકોટ મહાનગર ખાતે આવતીકાલે તા.3/2ના રોજ ભાજપ લીગલ સેલના સમરસ પેનલના ઉમેદવારોના સમર્થનમાં લીગલ સેલના પ્રદેશ સંયોજક જે જે પટેલ સાહેબ દ્વારા સંમેલન યોજી ચૂંટણીનો રણકાર કરવામાં આવનાર છે આ સંમેલનમાં તમામ બાર એસોસિએશન, લીગલ સેલના એડવોકેટ્સ બહોળી સંખ્યામાં હાજર રહેશે. ઉપસ્થિત રહેવા માટે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ-સંયોજક અનિલભાઈ દેસાઈ, રાજકોટ મહાનગર સંયોજક પિયુષભાઈ શાહ, પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, હિતેશભાઈ દવે ,તેમજ રાજકોટ મહાનગર સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા દ્વારા વકીલોને બહોળી સંખ્યામાં હાજર રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. આ કાર્યક્રમમાં સિનિયર ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહી, ગીરીશભાઈ ભટ્ટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની તુલસીદાસ ગોંડલીયા, અનિલભાઈ દેસાઈ, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, એન. જે. પટેલ, નવીનભાઈ શુક્લ, કમલેશભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, અર્જુનભાઈ પટેલ, પીસી વ્યાસ, કિશોરભાઈ સખીયા, જી એલ રામાણી, સી એચ પટેલ, તરૂણભાઇ કોઠારી, નરેન્દ્રભાઈ બુસા, જે. એફ. રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ જોષી, મનીષભાઈ ખખર, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, સીએમ દક્ષિણી, અશ્વિનભાઈ પોપટ, મયંકભાઇ પંડ્યા, જયેશભાઈ બોઘરા, હેમંત ભટ્ટ, જીગ્નેશ જોશી, શૈલેષભાઈ ભટ્ટ, આનંદભાઈ જોશી, કે.ડી. શાહ, મિતુલભાઈ આચાર્ય, જતીનભાઈ ઠક્કર, અજયભાઈ જોશી, ભગીરથસિંહ ડોડીયા, એન.ડી. ચાવડા, હિતેન્દ્રસિંહ ગોહિલ, આર.ડી ઝાલા, મૌલિકભાઈ ફળદુ, દીપકભાઈ ભીમાણી, ભરતભાઈ બુદ્ધદેવ, પરેશભાઈ ઠાકર, અશ્વિનભાઈ ગોસાઈ, તુષારભાઈ, રૂપરાજસિંહ પરમાર, આબીદભાઈ શોષન, રક્ષિતભાઈ કલોલા, ભાવેશ રંગાણી, બી. એમ. પટેલ, દિપેશ અંધારિયા, રાજેશ ફળદુ, પ્રશાંત લાઠીગરા, ભાવિન દફતરી, પથિક દફતરી, તરુણ માથુર, પરેશ કુકડીયા, અશ્વિન મહાલિયા, ડી.બી. બગડા, અશોક ડાંગર, આર.ડી દવે, અશ્વિન શેખલીયા, બાલાભાઈ સેફાતરા, જીગ્નેશ સભાડ, મહિલા એસોસિયેશનના સર્વે રંજનબા રાણા, લતાબેન જોશી, ચેતનાબેન કાછડીયા, અંજનાબેન ખુંટ, વીણાબેન કોરાટ, રમાબેન ગુપ્તા, નમિતા કોઠીયા અલ્પા મહેતા, નેહાબેન જોષી, વિગેરે કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે.
