રાજકોટમાં રીક્ષામાં આવેલી બેલડીએ યુવકને ગુપ્ત ભાગે છરીના ઘા ઝીકયા

પત્નિ સાથે માથાકુટ કરતો હતો ત્યારે રીક્ષામાં આવેલ શખ્સોએ કર્યો હુમલો

કરણપરા બાલાજી હનુમાન મંદિર પાસે પૈસા બાબતે પત્ની સાથે બોલાચાલી કરતા યુવાન પર હુમલો કરી ગુપ્ત ભાગે છરીના ઘા ઝીંકી દેવાયા હતા. હુમલાને પગલે ભીડ એકત્રિત થઇ જતા બંને શખ્સો રિક્ષા લઈને નાસી ગયા હતા. એ ડિવિઝન પોલીસે બનાવ અંગે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરુ કરી છે.
બનાવ અંગે આરટીઓ કચેરી પાછળ નરસિંહનગર શેરી નંબર-7 માં ભાડેથી રહેતા 38 વર્ષીય યુવાન વિનોદભાઈ ઉર્ફે વિજય લઘુશંકરભાઇ ધામેલએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાઘા અને હિરેન વાણંદનું નામ આપી જણાવ્યું હતું કે, તે અને તેમના પત્ની સોનલબેન બંને બાલાજી મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે ફૂલહાર વેચીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા.31 ના રાત્રિના સમયે ભુપેન્દ્ર રોડ પર આવેલ બાલાજી મંદિર ખાતે ફૂટપાથ પર સૂતો હતો અને પત્ની બાલાજી મંદિર પાસે ફુલહાર વેચીને ઘરે જતા રહેલા હતા.
બાદ ગઈકાલે બપોરના બારેક વાગ્યે તે બાલાજી મંદિર ખાતે હતો ત્યારે પત્ની સોનલબેન ફુલહાર વેચવા બાલાજી મંદિર ખાતે આવેલ હતા. તે તેની પાસે ગયેલ હતો. તેને પત્ની પાસે વાપરવાના રૂપિયા માંગતા તેણે પૈસા આપવાની ના પાડેલ હતી. જે બાબતે પત્ની સાથે બોલાચાલી થતી હતી. દરમિયાન અગાઉનો મિત્ર બાપુનો છોકરો બાઘો તથા હિરેન વાણંદ બંને રીક્ષામાં પત્ની સોનલબેન પાસે આવેલ હતા. હિરેન વાણંદ રીક્ષામાં પાછળની સીટમાં બેઠેલ હતો. તેણે સીટની પાછળથી છરી કાઢી બાઘાને આપેલ હતી.
આરોપી બાઘો તેની પાસે આવી કોઈ કારણ વગ2 પોતાની પાસે રહેલ છરી વડે નીતંબથી થોડે નીચે સાથળના ભાગે છરીનો ઘા મારેલ હતો. બાદ ઇન્દ્રિયના ગુપ્ત ભાગે છરીનો ઘા મારતા લોહી નીકળતા ત્યાં હાજર મિત્રએ છોડાવેલ હતો. ત્યાં ભીડ ભેગી થઈ જતાં બંને શખ્સો રીક્ષા લઈને જતા રહેલા હતા. બાદ પત્નીએ 108 એમ્બયુલન્સ બોલાવી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતી. અવધુમાં યુવાને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મને દારૂ પીવાની ટેવ હોય અને મેં મારી પત્ની પાસે દારૂ પીવા તથા વાપરવાના રૂપિયા માગતા અમારા બંને વચ્ચે બોલાચાલી થતી હોય દરમિયાન બંને શખ્સોએ રિક્ષામાં ધસી આવી હુમલો કર્યો હતો. જે બનાવ અનુસંધાને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની શોધખોળ આદરી હતી.

રિલેટેડ ન્યૂઝ