ઉનાના સનખડા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

ઊનાના સનખડા ગામે રહેણાંક મકાનમાં ઈંગ્લીશનો દારૂ જથ્થો સંતાડ્યો હોવાની બાતમી આધારે ઉના પોલીસે રેઈડ કરીને સુખદેવ સિંહ દોલુભા રાઠોડના કબ્જા માંથી ઈંગ્લીશ દારૂ બોટલ 177 કબજે કરી અટકાયત કરી હતી જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓએ પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર બંધ કરવા અને જણાય આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય, ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણ અને સર્વલન્સ સ્કોડના એ.એસ.આઇ. જોરૂભા, ગોવિંદભાઇ , મહાવિરસિંહ. કેશવભાઈ એ ચોક્કસ બાતમી આધારે સુખદેવસિહ દોલુભા રાઠોડ ના પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોય વિદેશી દારૂની બોટલ અલગ અલગ કંપની ની બોટલ નંગ-177 જેની કિ.રૂ.56,175/-તથા નંબર 1 પાસેથી મોબાઇલ નંગ 1 જેની કિ.રૂ.700/- મળી કુલ રૂપીયા 56,875/- નો પ્રોહી મુદામાલ સાથે મળી આવતા ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

રિલેટેડ ન્યૂઝ