તા.1 એપ્રિલ સુધી દોડાવવા નિર્ણય
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના હેતુથી ઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09562 ઓખા – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ: આ ટ્રેનના ફેરા 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09561 બાંદ્રા ટર્મિનસ – ઓખા સાપ્તાહિક સ્પેશિયલ: આ ટ્રેનના ફેરા 01 એપ્રિલ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન નંબર 09561 અને 09562 ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ તમામ ઙછજ કાઉન્ટર્સ અને ઈંછઈઝઈ ની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરોને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લેવા યાદીમાં જણાવ્યું છે.
