ધોરાજી માં ઋતુજન્ય રોગચાળો વકર્યો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ની સંખ્યા માં થયો વધાવધાર ધોરાજી માં ઋતુજન્ય રોગચાળો વકર્યો હોવાના સત્તાવાર રિપોર્ટ જોવા મળી રહ્યા છે હાલમાં ઋતુ જન્નત રોગ શાળામાં જોઈએ તો સવારે ઠંડી બપોરે ગરમી અને રાત્રે ભેજવાળું વાતાવરણ હોવાને કારણે તાવ શરદી ઉધરસ કફ જેવા દર્દીઓનો રાફડો જોવા મળી રહ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં તો ઘણા બધા દર્દીઓ હોય છે પરંતુ સરકારી હોસ્પિટલમાં દરરોજ 600થી વધારે ઓપીડી જોવા મળી રહી છે
આ બાબતે લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ અને ઋતુ જન્ન્ય રોગ શાળાથી મુક્તિ મેળવવા માટે આર્યુવેદિક ઉપચાર કરવો જોઈએ
શહેરમાં વધુ રોગ ચારો વધે નહીં તે માટે આરોગી તંત્ર અને નગરપાલિકાએ પણ આવશ્યક નિયમ હેઠળ પગલાં લેવા જોઈએ આ બાબતે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ શહેરમાં અનેક ઠેકાણે ગંદકી જોવા મળી રહી છે તેમજ પાણીજન્ય રોગ થોડા સમય પહેલા જોવા મળ્યો હતો તે કાબુમાં આવતા ફરી પાછું રોગચાળો વધ્યો છે તે બાબતે અગાઉથી પગલા લેવા જોઈએ
સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન એ જણાવેલ કે હાલમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીનો 20 થી 30% નો વધારો જોવા મળી રહ્યો છે દરરોજ 600 થી વધારે સરકારી હોસ્પિટલમાં ઓપીડી થઈ રહી છે જેમાં તાવ શરદી ઉધરસ ના વધારે કેસો જોવા મળી રહ્યા છે
સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ડોક્ટર સહિત દવા ઇન્જેક્શન નો જથ્થો ઉપલબ્ધ છે
સિવિલ હોસ્પિટલમાં દરોજ 200 થી વધુ દર્દીઓ ના બ્લડ રિપોર્ટ નું લેબોરેટરી માં ટેસ્ટ કરાઈ છે
દર્દીઓ ની સંખ્યા માં 20 થી 30 ટકા નું વધારો જેમાં ખાસ કરીને તાવ શરદી ઉધરસ ના દર્દીઓ માં થયો છે વધારો મિશ્ર હવામાન ને કારણે રોગચાળો વધ્યો હોવાનો ડોક્ટરે જણાવેલું હતું
આ બાબતે લોકોએ પણ સ્વયંભૂ સાવચેતી રાખવી જોઈએ અને ઘરગથ્થુ આર્યુવેદિક ઉપચાર કરવો જોઈએ.
