જસદણની કાવ્યા શીલુએ એથ્લેટિક્સમાં રાજ્ય કક્ષાએ બે ગોલ્ડ મેડલ મેળવીને જસદણનું ગૌરવ વધાર્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ રાજ્ય કક્ષાની અંડર 17 ગર્લ્સ કેટેગરીની સ્પર્ધા તારીખ 2 અને 3 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નડિયાદ ખાતે યોજાયેલ હતી. આ સ્પર્ધામાં જસદણના મનુભાઈ શીલુની પૌત્રી કાવ્યા શીલુએ બે ગોલ્ડ મેડલ મેળવીને જસદણ નું ગૌરવ વધાર્યું છે.વિજયનગર હાઇસ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીની કાવ્યા અશોક શીલુએ બે રમતોમા અમદાવાદનું પ્રતિનિધિત્વ કરી અને ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં કાવ્યાએ ચક્ર ફેંક અને ગોળા ફેંક બંને રમતોમા પ્રથમ નંબર મેળવી અને બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. કાવ્યા સી. એન. સ્પોર્ટ્સ એકેડેમી ખાતે નિયમિત તાલીમ લઈ રહેલ છે.
