હરણાસા આહીર સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો, જેમાં 10 દીકરીઓ અને 2 દીકરાઓએ નવા જીવનની શુભ શરૂઆત કરી છે…
શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરાગત રીતરિવાજ સાથે શાસ્ત્રી સહદેવ શાસ્ત્રી દ્વારા લગ્નવિધિ સંપન્ન કરાવવામાં આવી, જ્યાં સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું. આહીર સમાજ હરણાસા સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ ભગવાનભાઈ બારડ તેમજ આગેવાનોનું કહેવું છે કે – સમાજમાં લગ્ન પાછળ થતા બિનજરૂરી ખર્ચને અટકાવી, તે જ રકમ બાળકોના શિક્ષણ, સ્વાવલંબન અને ઉજ્જવળ ભવિષ્ય માટે વપરાય – એ જ સમૂહલગ્નનો મુખ્ય હેતુ છે.
ખાસ વાત એ રહી કે અમીર હોય કે ગરીબ – કોઈ ભેદભાવ નહીં દરેક પરિવારે સમાન ગૌરવ સાથે ભાગ લીધો જે સમાજની સંગઠનશક્તિ અને સમાનતાનું ઉત્તમ પ્રતિબિંબ બન્યું.
આ તકે જિલ્લાભરના સમાજના આગેવાનો, સાધુ-સંતો, વરિષ્ઠો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ ભવ્ય સમારંભમાં અંદાજે 10 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. અને સૌએ એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી સમાજની એકતાનો અનોખો દૃશ્ય સર્જ્યો.
વ્યવસ્થિત આયોજન, શિસ્તબદ્ધ વ્યવસ્થા અને યુવાનોની સેવાભાવના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુચારુ રીતે પાર પડ્યો. સાચા અર્થમાં, આ સમૂહલગ્ન માત્ર લગ્નપ્રસંગ નહીં, પરંતુ સમાજને સાચી દિશામાં આગળ ધપાવતું એક પ્રેરણાદાયક બની રહ્યું છે.
