ટીમ ઇન્ડિયા અંડર-૧૯ વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ચેમ્પિયન

ફાઇનલમાં ઇંગ્લેન્ડન્ો ૧૦૦ રનથી હરાવીન્ો ઇતિહાસ સર્જયો

વૈભવ સ્ાૂર્યવંશીની ૮૦ બોલમાં વિસ્ફોટક ૧૭૫ રનની ઇિંનગ, અન્ોક રેકોર્ડસ તોડ્યા

ભારત્ો આપ્ોલા જંગી ૪૧૨ રનનો ટાર્ગ્ોટ ચેઝ કરતા ઇંગ્લેન્ડ ૪૦ ઓવરમાં ૩૧૧ રનમાં ઓલઆઉટ

અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દૃીધો છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલા મહામુકાબલામાં ભારતે ૧૦૦ રનથી ભવ્ય જીત મેળવી છે. ભારતે પ્રથમ બેિંટગ કરતા ૫૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાન પર ૪૧૧ રન બનાવ્યા હતા. ભારતે ઈંગ્લેન્ડને જીત માટે ૪૧૨ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ૪૦.૨ ઓવરમાં માત્ર ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જણાવી દૃઈએ કે, ભારતનો ૪૧૧ રનનો સ્કોર, જે અત્યાર સુધીના અંડર-૧૯ વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાઈનલ મેચનો સૌથી મોટો સ્કોર બની ગયો છે.
ભારતે ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૨માં આઇસીસી અન્ડર ૧૯ વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ભારતનો દૃબદૃબો દૃર્શાવે છે. ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર ૮૦ બોલમાં શાનદૃાર ૧૭૫ રન ફટકાર્યા. તેમણે અન્ડર ૧૯ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી ૧૫૦ રન બનાવવાનો રેકોર્ડ સર્જ્યો.
આ ઐતિહાસિક સ્કોર પાછળ સૌથી મોટું યોગદૃાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહૃાું છે. વૈભવે એકલા હાથે ૧૭૫ રન ફટકારી દૃીધા હતા. તેની આ આક્રમક ઈિંનગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દૃેખાતા હતા. ફાઈનલ જેવી દૃબાણવાળી મેચમાં આટલી મોટી ઈિંનગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દૃીધી હતી. આમ, ભારતની જીત માટે વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈિંનગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.
૪૧૨ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી, નિયમિત અંતરાલે વિકેટો ગુમાવી કાલેબ ફોકનરની લડાયક ૧૧૫ રનની શાનદૃાર ઇિંનગ છતાં ઇંગ્લેન્ડ ૩૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાંચમી ઓવરમાં જોસેફ મૂર્સ (૧૭) ગુમાવી દૃીધા. ત્યારબાદૃ બેન મેયસ અને બીજે ડોકિન્સે બીજી વિકેટ માટે ૭૪ રન ઉમેર્યા. ૧૩મી ઓવરમાં, ખિલાન પટેલે બીજે ડોકિન્સને આઉટ કરીને ઇંગ્લેન્ડને તેમની બીજી વિકેટ અપાવી. બીજે ડોકિન્સે ૨૮ બોલમાં ૪૫ રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. કેપ્ટન થોમસ ર્યુ (૩૧) ને કનિષ્ક ચૌહાણે આઉટ કર્યો.
આ પછી, ભારતે ૨૧મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને પોતાનો વિજય નિશ્ર્ચિત કર્યો. રાલ્ફી આલ્બર્ટ (૦) રન આઉટ થયા, ફરહાન અહેમદૃ (૧) અને સેબેસ્ટિયન મોર્ગન (૦) દૃીપેશ દૃેવેન્દ્રન દ્વારા આઉટ થયા. કાલેબ ફોકનર (૧૧૫) અને જેમ્સ મિન્ટો (૨૮) આઉટ થયા. ઈંગ્લેન્ડ ૪૦.૨ ઓવરમાં ફક્ત ૩૧૧ રન બનાવી શક્યું અને ૧૦૦ રનથી મેચ હારી ગયું. ભારત તરફથી દૃીપેશ દૃેવેન્દ્રને બે વિકેટ લીધી. અંબરીશે બે વિકેટ, કનિષ્ક ચૌહાણે બે વિકેટ અને ખિલન પટેલ અને આયુષ મ્હાત્રેએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો.
આજે શરૂઆતમાં, વૈભવ સૂર્યવંશી (૧૭૫), કેપ્ટન મયંક અગ્રવાલ (૫૩) અને અભિજ્ઞાન કુંડુ (૪૦) ની વિસ્ફોટક સદૃીની મદૃદૃથી, ભારતે ઈંગ્લેન્ડ સામે નવ વિકેટે ૪૧૧ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. વૈભવ સૂર્યવંશીએ ૮૦ બોલમાં ૧૭૫ રનમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકાર્યા. તેમની સાથે ક્રીઝ પર ભારત ૫૦૦ રનના લક્ષ્ય માટે તૈયાર દૃેખાતું હતું, પરંતુ ઇંગ્લેન્ડે અંતિમ ૧૦ ઓવરમાં જોરદૃાર વાપસી કરી.
ભારતે ટોસ જીતીને પહેલા બેિંટગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમની શરૂઆત નબળી રહી, ચોથી ઓવરમાં એરોન જ્યોર્જ (નવ) ગુમાવી દૃીધા. કેપ્ટન આયુષ મ્હાત્રે, વૈભવ સાથે, ઇિંનગ્સને સ્થિર કરી, અને બંને બેટ્સમેનોએ ઝડપથી રન બનાવ્યા. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે ૧૪૨ રન ઉમેર્યા. એલેક્સ ગ્રીને ૧૯મી ઓવરમાં ભાગીદૃારી તોડી, આયુષ મ્હાત્રેને આઉટ કર્યો, જેણે પહેલા બોલ પર છગ્ગો મારીને પોતાની અડધી સદૃી પૂર્ણ કરી હતી. આયુષ મ્હાત્રેએ ૫૧ બોલનો સામનો કર્યો, સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
આગામી બેિંટગ કરવા આવેલા વેદૃાંત ત્રિવેદૃીએ એક છેડો પકડી રાખ્યો. દૃરમિયાન, બીજા છેડેથી, વૈભવ સૂર્યવંશીએ છગ્ગા અને ચોગ્ગા ફટકારીને પોતાનો અને પોતાની ટીમનો સ્કોર ઝડપથી વધારતો રહૃાો. દૃરમિયાન, વૈભવ સૂર્યવંશીએ ૫૫ બોલમાં પોતાની સદૃી પૂર્ણ કરી. તેણે ૨૦મી ઓવરના છેલ્લા બોલ પર એક િંસગલ લીધો. ૨૬મી ઓવરમાં, વૈભવ સૂર્યવંશી મેની લમ્સડેનના બોલ પર થોમસ ર્યુ દ્વારા કેચ પાછળ આઉટ થયો. વૈભવ સૂર્યવંશીએ ૮૦ બોલમાં ૧૭૫ રનની વિસ્ફોટક સદૃી રમી, જેમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકાર્યા. આ ઇિંનગ દૃરમિયાન, તે અંડર-૧૯ ટીમ માટે એક ઇિંનગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો.
તેણે યુથ વનડેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ બનાવ્યો, ૧૪૧૨ રન બનાવ્યા, વિજય ઝોલનો ૧૪૦૪ રનનો રેકોર્ડ તોડ્યો. વૈભવના આઉટ થયા પછી, ભારતનો રન પ્રવાહ ધીમો પડી ગયો અને વિકેટો પડવા લાગી. વિહાન મલ્હોત્રા (૩૬), અંબરીશ (૧૮) અને ખિલન પટેલ (૩) રન માટે આઉટ થયા. અભિજ્ઞાન કુંડુએ ૩૧ બોલમાં ૪૦ રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ખિલન પટેલ (૫) ૪૯મી ઓવરમાં રન આઉટ થયો.
કનિષ્ક ચૌહાણે ઇિંનગ્સની છેલ્લી ઓવરમાં ૧૮ રન ફટકારીને ભારતનો સ્કોર ૪૦૦ને પાર પહોંચાડ્યો. કનિષ્ક ચૌહાણે ૨૦ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદૃદૃથી અણનમ ૩૭ રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ મિન્ટોએ ત્રણ વિકેટ લીધી. સેબેસ્ટિયન મોર્ગન અને એલેક્સ ગ્રીને બે-બે વિકેટ લીધી. મેની લમ્સડેને એક બેટ્સમેનને આઉટ કર્યો.

રિલેટેડ ન્યૂઝ