રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ શા માટે પી.એમ.એ ન આપ્યો તેનું કારણ બહાર લોકસભામાં વડાપ્રધાન પર હુમલાની તૈયારી હતી ! એજન્સીનો સ્ફોટક રીપોર્ટ

કોંગ્રેસના મહિલા સાંસદો વડાપ્રધાનના સ્થાન નજીક પહોંચી ગયા : અધ્યક્ષે સમયસર ગૃહ મોકુફ રાખીને કમનસીબ ઘટના ટાળી દીધી હતી

સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અને રાજયસભામાં જવાબ આપતા હોય છે તેમાં ગઇકાલે મોદી લોકસભામાં જવાબ આપશે તેવું જાહેર થયું હતું પરંતુ જે રીતે પૂરો દિવસ લોકસભામાં ધાંધલ ધમાલ રહી, એટલું જ નહીં મોદીના જવાબ પૂર્વે વિપક્ષના મહિલા સાંસદો વડાપ્રધાનના સ્થાન સુધી ધસી ગયા અને તેમને ઘેરવાની તૈયારી હતી તે વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલાનું ષડયંત્ર હોવાનું બતાવાઇ રહ્યું છે.
સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ વડાપ્રધાને જે રીતે લોકસભામાં પોતાનો જવાબ રજૂ ન કર્યો તેમાં તેઓને ગૃહમાં તેમના પર શારીરિક હુમલો થાય તેવી શકયતા દર્શાવાઇ હતી અને વિપક્ષ દ્વારા મહિલા સાંસદોને મોકલવા પાછળનું પણ આ જ કારણ હતું. મોદી ગૃહમાં હાજર હતા અને બોલવા માટે તૈયાર હતા પરંતુ અધ્યક્ષે સમયસુચકતા વાપરીને ગૃહ મોકુફ રાખી દીધુ અને આજે હવે મોદી રાજયસભામાં જવાબ આપશે આમ દેશની સંસદમાં ખુદ વડાપ્રધાન પર સાંસદો જ હુમલો કરે તેવી ગંભીર ઘટના બનતી સદનસીબે અટકી ગઇ છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે સાંજે પાંચ વાગ્યે જયારે લોકસભાની બેઠક ફરી શરૂ થઇ અને વડાપ્રધાન જવાબ આપવાના જ હતા તે સમયે કેટલાક મહિલા સાંસદો શાસકપક્ષની પાટલી સુધી પહોંચી ગયા જેમાં કોંગ્રેસના વર્ષા ગાયકવાડ અને જયોર્તિમણી પણ સામેલ હતા. જેમાં તેઓએ પ્લે કાર્ડ પણ રાખ્યા હતા અને તેમાં ‘ડુ વોટ ઇઝ રાઇટ’ તેવું લખાયું હતું. પરંતુ વડાપ્રધાન ઉપર શારીરિક હુમલો થશે તેવી દહેશત હતી તેથી અધ્યક્ષે ગૃહ મોકુફ રાખીને આ ઘટના ટાળી દીધી હતી.

ઈન્દિરા ગાંધીએ નિર્ણય લેવામાં કયારેય પીછે હઠ ન હોતી કરી: કોંગ્રેસ સંસદ
સરકાર પોતે જ ગૃહ ચાલવા દેવા નથી માગતી જાણી જોઈને અવરોધ ઉભો કરે છે: પ્રિયંકા ગાંધી

દેશ આ રીતે ન ચાલી શકે, જેમાં માત્ર સરકારની જ મરજી હોય, અને વિપક્ષને સાંભળવામાં ન આવે: પ્રિયંકા

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર સંસદની કાર્યવાહીમાં જાણીજોઈને અવરોધ ઊભો કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસદના ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે સરકાર પોતે જ ગૃહને ચાલવા દેવા માંગતી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે પણ સરકાર ગૃહમાં વિક્ષેપ પાડવા માંગતી હોય છે, ત્યારે અમુક ચોક્કસ સાંસદોને આગળ કરવામાં આવે છે, જે સંસદ અને સ્પીકર બંનેનું અપમાન છે.
નિશિકાંત દુબેને ટાંકીને કહ્યું હતું કે નિશિકાંત દુબે ત્યારે જ ઉઠે છે, જ્યારે તેમને સરકાર દ્વારા ઊભા કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જાઓ ગૃહને ડિસ્ટર્બ કરો. ગૃહમાં ભેદભાવનો મુદ્દો ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકારના સભ્યોને અનેક પુસ્તકો ટાંકીને બોલવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ વિરોધ પક્ષના સભ્યોને પ્રકાશિત પુસ્તકોમાંથી સંદર્ભ આપતા પણ રોકવામાં આવે છે. તેમણે જણાવ્યું કે વિપક્ષના નેતાએ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ તેઓ સમગ્ર વિપક્ષ અને જનતાના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને બોલતા રોકવા એ લોકશાહીની મર્યાદાનું ઉલ્લંઘન છે.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મક્કમ નેતૃત્વને યાદ કરતા તેમણે કહ્યું કે, ઈન્દિરાજી ક્યારેય નિર્ણયો લેવામાં પાછીપાની કરતા નહોતા. દેશ આ રીતે ન ચાલી શકે કે જેમાં માત્ર સરકારની જ મરજી ચાલે અને વિપક્ષને સાંભળવામાં જ ન આવે.
પ્રિયંકા ગાંધીએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે, દેશના નાગરિકોએ સમજવું જોઈએ કે સંસદમાં જે થઈ રહ્યું છે તે માત્ર વિપક્ષનો વિરોધ નથી, પરંતુ સરકાર દ્વારા વિપક્ષી અવાજને દબાવવાનો પ્રયાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી લોકતાંત્રિક રીતે વિપક્ષના નેતાને પોતાની વાત રજૂ કરવાની તક નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

રિલેટેડ ન્યૂઝ