ચીન કોઈ પણ ઘડીએ ભારત પર હુમલો કરે તેવી શક્યતા

હાલ સંસદૃમાં ચીન મામલે નરવણેનો મુદ્દો ગાજી રહૃાો છે ત્યારે

અમેરિકાના પૂર્વ ઇન્ટેલિજન્સ અધિકારીનો ચોંકાવનારો દૃાવો

અમેરિકાના પૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી ગ્રાંટ ન્યૂશામે ભારતને સાવધ રહેવાની ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો છે કે ચીન તાઈવાનના બદલે ભારત પર હુમલો કરી શકે છે કારણ કે દુનિયાનું ધ્યાન હાલ માત્ર તાઈવાન પર છે. શી જિનપિંગ પોતાની સેનાની ક્ષમતા ચકાસવા માટે સરહદી વિવાદનો ઉપયોગ કરી શકે છે, માટે ભારતે ચીની પીઆર (ઙછ) કે શાંતિના દાવા પર ભરોસો ન કરવો જોઈએ.
અમેરિકાના પૂર્વ મરીન ઈન્ટેલિજન્સ અધિકારી ગ્રાંટ ન્યૂશામે ભારતને ચીન અને તેના ઈરાદાઓ પર ભરોસો નહીં કરવાની ચેતવણી આપી છે.
ગ્રાંટ ન્યૂશામે કહ્યુ છે કે જ્યારે સૌની નજરો તાઈવાન પર છે, તો ચીન અન્ય દેશ પર હુમલો કરે તેવી શક્યતા છે, કદાચ ભારત પર. તેમણે કહ્યુ છે કે ભારતને આના માટે પહેલેથી જ ચેતવણી આપવી જરૂરી છે.
ન્યૂશામે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પોતાની સેનામાં બદલાવ કરી રહ્યા છે, માટે તેઓ આનો ટેસ્ટ કરવા માંગે છે. આના કારણે, જ્યારે આખી દુનિયા શ્વાસ રોકીને તાઈવાનને જોઈ રહી છે, તો જિનપિંગ તેના સ્થાને ભારત પર હુમલો કરવાનો નિર્ણય કરે તેવી શક્યતા છે.
ન્યૂશામે કહ્યુ છે કે ચીન પર ભારતે ભરોસો કરવો જોઈએ નહીં. તે લગભગ એક નિશ્ચિત સમય પર એક નિશ્ચિત કામ કરશે. જો કે ચીનનું નિશાન કોરિયન ઉપખંડ, દક્ષિણ જાપાન અને ફિલીપીન્સ પણ હોઈ શકે છે.
ન્યૂશામે કહ્યુ છે કે ચીનના સૈનિકો સતત આકરી ટ્રેનિંગ લઈ રહ્યા છે અને તેમની સેનાને કોઈપણ હુમલા માટે બોલાવી શકે છે. આના પહેલા અમેરિકાની સંસદને સોંપેલા પેન્ટાગનના રિપોર્ટમાં ચીન દ્વારા ભારતના અરુણાચલપ્રદેશ પર દાવાને તેના જણાવાયેલા મુખ્ય હિતોનો ભાગ દર્શાવાયું છે. પેન્ટાગનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2049 સુધી ચીન ભારતના અરુણાચલ પ્રદેશના પ્રાપ્ત કરવાની રણનીતિ બનાવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ