અમેરિકા-રશિયા-યુક્રેન ત્રિપક્ષીય મંત્રણામાં મહત્ત્વનો નિર્ણય લેવાયો

યુક્રેન-રશિયા યુધ્ધને લઇને

બંને દૃેશો ૩૧૪ કેદૃીઓની અદૃલા બદૃલી કરવા સંમત: અમેરિકા સુરક્ષાની ખાતરી આપ્ો તો યુક્રેન નાટોમાં જોડાશે નહીં

સંયુક્ત અરબ અમીરાતમાં અમેરિકા, રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી ત્રિપક્ષીય શાંતિ વાર્તા એક નિર્ણાયક વળાંક પર આવી ગઈ છે. ટ્રમ્પના શાંતિ દૃૂત સ્ટીવ વિટકોફે પુષ્ટિ કરી છે કે બંને દૃેશ એક મોટા નિર્ણય પર રાજી થઈ ગયા છે. દૃાવો કરવામાં આવી રહૃાો છે કે બેઠકમાં નક્કી થઈ ગયું છે કે ટૂંક સમયમાં ૩૧૪ કેદૃીઓની અદૃલાબદૃલી થશે. આ પગલાને છેલ્લા પાંચ મહિનામાં પહેલી મોટી સફળતા માનવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે થઈ રહેલી વાતચીતમાં યુદ્ધવિરામ, સુરક્ષા ગેરેન્ટી અને જાપોરિઝ્ઝિયા પરમાણુ સંયંત્ર જેવા મોટા મુદ્દા પર મંથન ચાલી રહૃાું છે.
આ પીસ ટોકને લઈને અપડેટ શેર કરતા અમેરિકી વિદૃેશ મંત્રી માર્કો રુબિયોએ ધીરજ બનાવી રાખવાની અપીલ કરી છે. વળી ઝેલેન્સ્કીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહૃાું કે, તેઓ રશિયાને કોઈ પણ પ્રકારનો પુરસ્કાર આપવાના પક્ષમાં નથી. નવાઈની વાત એ પણ છે કે શાંતિ પ્રયાસોની વચ્ચે બંને દૃેશો વચ્ચે ભીષણ ડ્રોન હુમલા પણ ચાલું છે.
કેદૃીઓની અદૃલાબદૃલી- સ્ટીવ વિટકોફે પહેલા જ ૩૧૪ કેદૃીઓની અદૃલાબદૃલીની પુષ્ટિ કરી છે. આ પહેલું પગલું છે કે જેને બંને પક્ષ સંબંધ સુધારવાની કોશિશ તરીકે જોઈ રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ