મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, ૧૬ના મોત

આ ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ

મેઘાલયના તાશ્ખાઈ વિસ્તારમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક મોટી દૃુર્ઘટના સર્જાઈ છે. ઓછામાં ઓછા ૧૬ કામદૃારોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. થાનિક વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કોલસાની ખાણમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.
અહેવાલો અનુસાર, તાશ્ખાઈ કોલસા ખાણમાં અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જેના કારણે કામદૃારો અંદૃર ફસાઈ ગયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે અંદૃર કામદૃારો બહાર નીકળી શક્યા નહીં. એવી શંકા છે કે બધા મૃતક કામદૃારો આસામના હતા, જોકે વહીવટીતંત્ર હજુ પણ સત્તાવાર પુષ્ટિ શોધી રહૃાું છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક કામદૃારોમાંથી એક આસામના કટીગરા વિસ્તારના બિહારા ગામનો હોવાનું માનવામાં આવે છે. અકસ્માતની માહિતી મળતાં, મેઘાલય પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ખાણમાં ફસાયેલા અન્ય કામદૃારોને શોધવા માટે સઘન શોધખોળ ચાલી રહી છે.
વહીવટીતંત્રે આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે અને બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે માટે સુરક્ષા વધારી દૃીધી છે. અધિકારીઓનું કહેવું છે કે વિસ્ફોટનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ