એરોન જ્યોર્જની સદૃી: સૂર્યવંશીના ૩૩ બોલમાં ૬૮ રન
અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૨૬ની બીજી સેમીફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૪ ફેબ્રુઆરીના રોજ બુલાવાયોમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચમાં શાનદૃાર પ્રદૃર્શન કર્યું હતું, અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં ક્વોલિફાય કર્યું. ભારત તરફથી એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ શાનદૃાર બેિંટગ કરી હતી. ભારતે અફઘાન બોલરોને હરાવ્યા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ હવે ૬ ફેબ્રુઆરીએ રમાશે. ભારતે અફઘાનિસ્તાનને ૭ વિકેટથી હરાવીને સેમીફાઈનલ મેચ જીતી.
ભારતીય ટીમે અંડર-૧૯ વનડે વર્લ્ડકપ સેમીફાઈનલમાં અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ પૂર્ણ કર્યો. આ પહેલા સેમીફાઈનલમાં ક્યારેય ૩૦૦+ના ટાર્ગેટનો પીછો કરવામાં આવ્યો ન હતો. હવે ભારત ૬ ફેબ્રુઆરીના રોજ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. પહેલા બેિંટગ કરતા અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩૧૦ રન બનાવ્યા. ઓપનર ઉસ્માન સદૃાત અને ખાલિદૃ અહમદૃઝાઈએ ટીમ માટે મોટી ઈિંનગ રમી ન હતી. ઉસ્માનએ ૩૯ રન બનાવ્યા, જ્યારે ખાલિદૃે ૩૧ રન બનાવ્યા. પરંતુ ત્યારબાદૃ ફૈઝલ શિનોઝાદૃાએ ૯૩ બોલમાં ૧૧૦ રન બનાવ્યા.
જ્યારે ઉઝૈરુલ્લાહ નિયાઝાઈએ ૮૬ બોલમાં અણનમ ૧૦૧ રન બનાવ્યા. બંનેએ શાનદૃાર બેિંટગ કરી અને ભારતીય બોલરોને મુશ્કેલીમાં મુક્યા. ભારત માટે, દૃીપેશ દૃેવેન્દ્રને ૨ વિકેટ અને કનિષ્ક ચૌહાણે ૨ વિકેટ લીધી. દૃીપેશ ૧૦ ઓવરમાં ૬૪ રન આપ્યા, જ્યારે કનિષ્કે ૯ ઓવરમાં ૫૫ રન આપ્યા.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત મજબૂત રહી. ઓપનર તરીકે વૈભવ સૂર્યવંશીએ શાનદૃાર બોિંલગ કરી, તેને ૩૩ બોલમાં ૯ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૬૮ રન બનાવ્યા. વૈભવના આઉટ થયા પછી એરોન જ્યોર્જે સદૃી ફટકારી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
