વેસ્ટઝોન ઇન્ટર યુનિ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં… સૌરાષ્ટ્ર યુનિ.નો ઉજ્જેનની વિક્રમ યુનિવર્સિટીને પરાજય આપી કવાર્ટર ફાઇનલમાં એન્ટ્રી


લકક્ીરાજ વાઘેલા ચાર વિકેટ ઝડપી મેન ઓફ ધી મેચ બન્યા

સૌરાષ્ટ્ર યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલ વેસ્ટઝોન ઈન્ટર યુનિ.ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિ.ની ટીમે ઉજ્જૈનની વિક્રમ યુનિને 111 રને હરાવી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી દીધો છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિ.ની ટીમના ખેલાડી લકકીરાજે શાનદાર બોલીંગ કરી 10 રન આપી ચાર વિકેટ ઝડપી લીધી હતી.લક્કીરાજ મેન ઓફધ મેચ જાહેર થયા છે.આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિ.ની ટીમે દમદાર પ્રદર્શન કર્યુ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે આજે રમાયેલા તેમના બીજા મેચમાં વિક્રમ યુનિવર્સિટી સામે ટોસ જીતી બેટિંગ કરી હતી.અને ચાર વિકેટના નુકસાને 253 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. આ મેચમાં કેરવ શાહે શાનદાર બેટિંગ કરી હતી અને 44 બોલમાં 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
253 રનના લક્ષ્ય સામે વિક્રમ યુનિવર્સિટીની ટીમ માત્ર 143 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી લક્કીરાજ વાઘેલાએ શાનદાર બોલિંગ કરી ચાર વિકેટ મેળવી મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ ટ્રોફી લક્કીરાજ વાઘેલાને આપવામાં આવી હતી.
વેસ્ટ ઝોન ક્રિકેટ સ્પર્ધાની શરૂઆતથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ વિજયથી સમગ્ર સ્પર્ધામાં ટીમનું આત્મવિશ્વાસ અને ઉત્સાહ નોંધપાત્ર રીતે વધ્યો છે.કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમશે. જીત બાદ ખેલાડીઓને કુલપતિ ડો ઉત્પલ જોશી તેમજ ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ ડો.હરીશ રાબા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ