રાજકોટના વધેલા સીમાડાના વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, સફાઇ, રોડ નેટવર્ક સહિત આંતર માળખાકીય સુવિધા માટે મ્યુનિ. કમિશનરે બજેટમાં કરી વિશેષ જોગવાઇ
ટ્રાફીક નિયમન કવાયત: પે એન્ડ પાર્કીગ, સ્પીડબ્રેકર, રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટ માર્કીંગ સહિતના કામ માટે 3પ0 લાખની જોગવાઇ
રાજકોટને સુરક્ષા કવચ, 37 કરોડના ખર્ચે વધુ રપ0 પોઇન્ટ પર મુકાશે 1પ00 સીસીટીવી કેમેરા
માધાપર, ઘંટેશ્ર્વર, મુંજકા, મોટામવા, મનહરપુરમાં નવી પાઇપ લાઇન, ટાંકા, ફિલ્ટર પ્લાન્ટ બનાવવા કરોડોની જોગવાઇ
રાજકોટના છેવાડાની વસતીને પુરતા ફોર્સથી પીવાનું પાણી મળે તે માટે વર્ષ 2026-27માં નવા ફિલ્ટર પ્લાન્ટ, પાણીની નવી લાઇન નાખવી, નવા ટાંકા બનાવવા, ભાદર જૂથ યોજના સહિતના માટે કરોડો રૂપિયાની જોગવાઇ કરવામા આવી છે. ત્રણેય ઝોનમાં અમૃત 2.0 મિશન હેઠળ રૂ.349.71 કરોડનાં ખર્ચે નવા ભળેલ વિસ્તાર જેવા કે, માધાપર, મનહરપુર-1, ઘંટેશ્વર, મુંજકા, તથા મોટામૌવામાં તથા રાજકોટ મહાનગરપાલિકાનાં જુના વિસ્તારોમાં પાઇપલાઇન અપગ્રેડેશન કરી ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ. જે પૈકી રકમ રૂ. 164.14 કરોડનાં કામો પૂર્ણ થયેલ છે. તથા રકમ રૂ. 185.57 કરોડનાં કામો પ્રગતિ હેઠળ છે. જયારે શહેરના નવા વિસ્તારો સહિત હજુ પણ જ્યા જરૂર જણાશે ત્યા આવતા એક વર્ષમાં રૂ.37 કરોડના ખર્ચે 250થી વધુ લોકેશન પર 1500થી વધુ હાઇ રિઝિયોલેશન નાઇટ સીસીટીવી કેમેરા મુકવા માટે મનપાનું આયોજન છે. વર્ષ 2026-27નું સુચિત બજેટ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ રજૂ કર્યુ છે તેમા તેની જોગવાઇ પણ કરવામા આવી છે. વધુ સીસીટીવી કેમેરા મુકવા ઉપરાંત ટ્રાફિક નિયમન માટે પણ કેટલાક ઠોંસ કદમ લેવા માટે બજેટમાં માળખાકીય સુવિધા અને નાણાકીય ખર્ચની જોગવાઇ કરવામા આવી છે. જેમા શહેરનાં જુદા જુદા રોડ પર ટ્રાફિક નિયમન માટેના પ્રોપર સાઇનેજીસ જેવા કે નો-પાર્કિંગ/પાર્કિંગ, સ્પીડ લીમીટ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકર, પે એન્ડ પાર્ક વિગેરે લગાડવાની કામગીરી આગામી વર્ષ 2026-27 માટે રકમ રૂ. 50.00 લાખનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે શહેરના જુદા જુદા મુખ્ય રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટ માર્કિંગ અંગેની ઝોનલ કામગીરી જેવી કે સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ, પાર્કિંગ લાઈન તથા નવા બનતા રસ્તા પર રોડ માર્કિંગ માટે આગામી વર્ષ 2026-27 માટે રકમ રૂ.100.00 લાખનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં માળખાકીય સુવિધાઓ હેઠળ નવા બનતા રસ્તા પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ કરવાનું કામ જેવું કે એજ લાઈન, સેન્ટર લાઈન, સ્ટોપ લાઈન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ, પાર્કિંગ લાઈન વિગેરે રોડ માર્કિંગ માટે આગામી વર્ષ 2026-27 માટે રકમ રૂ. 200.00 લાખનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે ડિવાઈડર રીપેરિંગ તથા કલર કામ, સર્કલ રીપેરિંગ તથા કલર કામ રોડ ફર્નીચર જેવા કે કેટ આઈ, મીડીયન માર્કર, સ્પ્રીંગ બોલાર્ડ, સોલાર સ્ટડ વિગેરે લગાડવા જેવી કામગીરી માટે આગામી વર્ષ 2026-27 માટે રકમ રૂ. 350.00 લાખનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટની નવી 15 ટીપી સ્કીમ થકી શહેરના સીમાડાના વિકાસનું આયોજન
રાજકોટ વિસ્તારની 3, રૈયાની 2, કોઠારિયામાં 4, માધાપરની 1 અને ઘંટેશ્ર્વરની 2 સુચિત ટીપી યોજનાનો સમાવેશ
વર્તમાન સ્થિતિએ મનપાની કુલ 65 ટી.પી. સ્કીમ પૈકી 35 ટી.પી. સ્કીમ આખરી, 6 ટી.પી. સ્કીમ પ્રારંભિક મંજુર થઇ અમલમાં આવેલ છે અને આખરી મંજુર થવાની બાકી છે તેમજ 24 ટી.પી. સ્કીમ મુસદ્દારૂપ મંજુર થઇ અમલમાં આવેલ છે અને પ્રારંભિક મંજુર થવાની બાકી છે. આ ઉપરાંત 2(બે) વેરીડ યોજના તૈયાર કરી મુસદ્દારૂપ મંજુરી અર્થે સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ છે. ડી.આઈ.એલ.આર. કચેરીમાંથી તાજેતરમાં માધાપર વિસ્તારની 1 (એક) તથા મવડી વિસ્તારની 2(બે) સૂચિત ટી.પી.સ્કીમ બનાવવા માટે અધિનિયમની જોગવાઈ મુજબ ચીફ ટાઉન પ્લાનર, ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવા મોકલાવેલ છે, જે મળ્યેથી તેનો ઈરાદો જાહેર કરીને નવી ટી.પી.સ્કીમ તૈયાર કરીને કલમ-48(1) હેઠળ સરકારમાં મંજૂરી અર્થે મોકલાશે. કોઠારિયા વિસ્તારની 1 (એક), યોજનામાં ચીફ ટાઉન પ્લાનરશ્રી, ગુજરાત રાજ્યનો પરામર્શ મળેલ છે, જેને અધિનિયમની જોગવાઈ મુજબ ઈરાદો જાહેર કરવા સામાન્ય સભામાં ઠરાવ અર્થે રજુ કરેલ છે. ડી.આઈ.એલ.આર. કચેરીમાં રાજકોટ વિસ્તારની – 3, રૈયા વિસ્તારની-2, કોઠારીયા વિસ્તારની – 4, માધાપર વિસ્તારની – 1 તથા ઘંટેશ્વર વિસ્તારની – 2 મળી કુલ 12 સૂચિત નગર રચના યોજનાઓનાં નિમતાણા મેળવવા માટે પેન્ડીંગ છે. જે મળ્યેથી મુખ્ય નગર નિયોજકશ્રીનાં પરામર્શ અર્થે મોકલી આપવામાં આવશે.
વધુ 3170 પરિવારને મળશે ઘરનું ઘર, નવા આવાસ બનાવાશે
આગામી 5 વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 (ઙખઅઢ 2.0) પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે અઇંઙ (એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ), અછઇં (એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ), ઇકઈ (બેનીફીસીયરી લેડ ક્ધસ્ટ્રકશન) તથા ઈંજજ (ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ) અંતર્ગત લાભાર્થીઓને લાભ મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઊઠજ-1 પ્રકારના 1170 તેમજ ઊઠજ-ઈંઈં પ્રકારના 2000 આવાસો મળીને કુલ 3170 આવાસોનાં નિર્માણ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી સ્પોર્ટસ ફેસિલિટી વિકાસ
વર્ષ 2026-2027 દરમ્યાન શહેરના ત્રણ ઝોનમાં ઙીબહશભ ઙશિદફયિં ઙફિક્ષિંયતિવશા (ઙઙઙ) આધારીત રમતગમત સુવિધાઓ વિકસાવવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે. પ્રસ્તાવિત તમામ રમતગમત સુવિધાઓ સંબંધિત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે. ઙઙઙ મોડેલ અંતર્ગત જરૂરી જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણીની જવાબદારી ખાનગી ભાગીદાર દ્વારા નિભાવવામાં આવશે.
આવાસ માટે બિલ્ડરો સાથે નવા સ્વરૂપે થશે સાંઠગાંઠ!!
રાજકોટને ઝૂપડપટ્ટીલેશ બનાવવાના નામે અગાઉ પીપીપી આવાસ યોજનાના રૂપકડાં નામ હેઠળ ખાનગી બિલ્ડરો સાથે કહેવાતી શંકાસ્પદ લોકભાગીદારી કરીને આવાસ યોજનાના કેટલાક પ્રોજેક્ટ બનાવવામા આવ્યા હતા. હવે આ નવા સ્વરૂપે ખેલ રચાવા જઇ રહ્યો છે. પીપીપી બાદ હવે બી.ઓ.ટી.ના નામે આવાસ યોજનાઓમાં નવી પહેલ કરી 3170 આવાસ બનાવવા બજેટમાં 464.39 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કોસ્ટને પહોંચી વળવા માટે બીઓટીના ધોરણે ટેન્ડર કરાશે. જે મંજૂર થયેલ પ્રોજેક્ટ માટે બાંધકામની સામે મહાનગરપાલિકા હસ્તકના રેસીડેન્સીયલ ફોર સેલ અને કોમર્શિયલ ફોર સેલના પ્લોટને પાર્સલ બી તરીકે બિલ્ડરને આપવામાં આવશે.
વેસ્ટમાંથી બેસ્ટ, વિવિધ સર્કલમાં બનશે કલાત્મક સ્કલ્પચર
શહેરના જુદા-જુદા સર્કલ તેમજ જંકશન ડેવલપ કરવા તથા બ્યુટીફિકેશન અંગે એમ.એસ.ના વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરી રાજકોટ શહેરની એક આગવી ઓળખ ઉભી થાય તેવી થીમ પર સ્કલ્પચર બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એમ.એસ.ના વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરી 10(દસ) નંગ સ્કલ્પચર બનાવવામાં આવશે. જેને જુદા-જુદા સર્કલ તેમજ જંકશન પર મુકવામાં આવશે.
આવતા એક વર્ષમાં 10,00,000નું વૃક્ષારોપણ કરવાનું આયોજન
શહેરમાં ગ્રીનરી વધારવા માટે બોટનીકલ ગાર્ડન, ગ્લો ગાર્ડન, નવા બગીચાઓ, વિવિધ બગીચાઓમાં બાલક્રિડાંગણ તથા ફિઝીકલ ફિટનેસના સાધનો મુકવાનું આયોજન હાથ ધરેલ છે. જુદા જુદા રોડ પર તેમજ ઉપલબ્ધ ટી.પી. પ્લોટમાં 10,00,000 નું વૃક્ષારોપણ કરવાનું, નવા ડેવલપ થતા રોડ સેન્ટ્રલ વર્ઝ તથા આયલેન્ડમાં બ્યુટીફીકેશનની કામગીરી કરવાનું આયોજન બજેટમાં કરવામાં આવેલ છે.
મનપા ઉપર આટલો છે દેવાનો બોજ
રાજ્ય સરકારની લોન – 69.38 લાખ
કોર્પોરેશન બોન્ડ/લોન(ઓ.ડી.) – 30000 લાખ
રાજ્ય સરકારની(વિશ્વ બેંક) – 543 લાખ
1986-87ની અછત લોન(રાજ્ય સરકાર) – 1715.34 લાખ
કુલ લોન(ડિસ્પ્યુટેડ) – 2258.34 લાખ
કુલ દેવુ – 12369.10 લાખ
ફીક્સીંગ ડોટ કોમ! ચૂંટણીનું વર્ષ હોય કરબોજ ફગાવી વાહવાહ કરવાની ‘ગોઠવણ’
રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ તૈયાર થાય એ પૂર્વે મ્યુનિ. કમિશનર અને શાસકો વચ્ચે આગોતરી ગોઠવણ થઇ જ જતી હોય છે. કમિશનર કરબોજ નાખે તેમાથી થોડીઘણી રાહત આપીને શાસકો જનતાની વાહ વાહી મેળવે. અથવા તો કોઇપણ ચૂંટણી નજીક આવતી હોય તો કરબોજ સંપૂર્ણ ફગાવી દેવામા આવે. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આજે પાણીવેરો થને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં એકદંરે 60 ટકા જેટલો વધારો ઝિંકતું સુચિત બજેટ રજૂ કર્યુ છે. જો કે અત્યારથી જ અપેક્ષિત છે કે, આ કરબોજ શાસકો ફગાવી જ દેશે. મનપાની ચૂંટણી નજીક આવી રહી છે. પ્રજાનો કોઇપણ પ્રકારનો અસંતોષ પોસાય તેમ નથી.
2026-27ના બજેટમાં કાલાવડ રોડ કે.કે.વી.હોલથી કોર્પો.ની હદે આવેલ મોટામૌવા સ્મશાન સુધીના અંદાજીત 2.25 કી.મી. લંબાઈનો “ગૌરવ પથ કાલાવડ રોડ 30 મી. થી વધારીને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત 36 મી. પહોળો કરવા માટેનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવેલ હોઈ આગામી વર્ષ દરમિયાન તેનો અમલ કરવામાં આવશે તેવી ફરી જાહેરાત કરવામાં આવી છે. મોટામૌવા સ્મશાનથી ન્યારી ડેમ એપ્રોચ રોડ સુધીના કાલાવડ રોડની પહોળાઈ 30 મી.માંથી વધારીને 45 મી. કરવા માટે કપાતમાં આવતી જમીનના કબ્જા રોજકામ કરી, જમીન સંપાદનની કાર્યવાહી હજુ ચાલુ છે. જ્યારે જંકશન રોડને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત 18 મીટર પહોળો કરવા અસરગ્રસ્તોની સુનાવણી કરવામાં આવેલ છે અને જમીન સંપાદન કરવાની કાર્યવાહી હજુ ચાલી રહી છે.
મોટામવા સ્મશાનથી ન્યારી ડેમ સુધી રોડ પહોળો કરવાનું કામ જાણે પંચ વર્ષિય યોજના!
વોર્ડ નં.6માં કોમ્યુનિટી હોલનું નવીનીકરણ
8પ્રગતિ હેઠળનાં કામો : સેન્ટ્રલ ઝોન – વોર્ડ નં. 3 માં સફાઇ કામદાર કોમ્યુનિટી હોલ
8ટુંક સમયમાં હાથ ધરવામાં આવનાર કામ : ઇસ્ટ ઝોન – વોર્ડ નં.6 માં શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ
8 ટુંક સમયમાં પૂર્ણ થનાર કામ : ઇસ્ટ ઝોન – વોર્ડ નં.17માં શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ
પાઘડી કરતા ડબલ સોડ તાંણી લેવાથી મનપાને આવ્યો આર્થિક ગળાટૂંપો
રાજકોટ મનપા પર અધધધ.. રાજકોટ મનપા પર અધધધ.. લાખનું દેવુ
રાજકોટ મનપા જેટલી પાઘડી હોય તેનાથી ડબલ સોડ તાંણી લે છે અને પછી આર્થિક ગળાટૂંપો ખાવાનો વારો આવે છે. આવી જ હાલત હાલ થઇ રહી છે. આગામી નાણાકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડીંગ કમિટીને સોંપેલુ છે જેમા મનપા ઉપર હાલ કેટલુ દેવુ છે તેનો અધધધ.. રૂ.32327 લાખનો આંકડો જાહેર કરાયેલો છે.
