રોકાણકારો કરન્સી પરનો ભરોસો ગુમાવી રહૃાા હોવાથી સેફ હેવન તરફ વળ્યા

સોનાના ભાવ કેમ ભડકે બળે છે? નાણામંત્રીએ આપ્યુંકારણ

છેલ્લા થોડા દિૃવસોથી સોનાના ભાવમાં સાપસીડીની રમત ચાલી રહી છે. ક્યારેક ભાવ આસમાને પહોંચે છે તો ક્યારેક ધડામ દૃઈને નીચે પટકાય છે. આ અસ્થિરતાના કારણે સામાન્ય ખરીદૃદૃારો અને રોકાણકારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. આખરે સોનાના બજારમાં શું ચાલી રહૃાું છે? આ અંગે હવે ખુદૃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણેમૌન તોડ્યું છે અને બજારની આ ઉથલપાથલ પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું છે.
નાણામંત્રીએ બજારની આ સ્થિતિ પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે સોનાના ભાવમાં અસ્થિરતા માટે વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા સૌથી મોટું જવાબદૃાર પરિબળ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત બદૃલાતી ભૌગોલિક અને આર્થિક સ્થિતિને કારણે રોકાણકારોનો વિવિધ દૃેશોની કરન્સી એટલે કે ચલણ પરથી વિશ્ર્વાસ ઉઠી રહૃાો છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડી રહી છે. જ્યારે કાગળનું ચલણ જોખમી લાગે છે, ત્યારે રોકાણકારો સોનાને સેફ હેવન એટલે કે સુરક્ષિત રોકાણ માનીને તેમાં મોટાપાયે નાણાં રોકે છે. આનાથી અચાનક માંગ વધે છે અને ભાવ ઉછળે છે. ત્યારબાદૃ જ્યારે નફો મેળવવા માટે પ્રોફિટ બુિંકગ થાય છે ત્યારે ભાવ ફરી તૂટે છે. આ સાયકલને કારણે સામાન્ય ગ્રાહક ભાવની વધઘટમાં અટવાઈ જાય છે. સ્થાનિક બજારની વાત કરીએ તો, છેલ્લા પાંચ દિૃવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંકડા મુજબ, ૨૯ ત્નટ્ઠહેટ્ઠિઅ ના રોજ જે સોનાનો ભાવ રૂ.૧.૭૦ ન્ટ્ઠાર (પ્રતિ ૧૦ ગ્રામ) ની ઉપર હતો, તે ઘટીને હવે રૂ.૧.૪૦ ન્ટ્ઠાર ની આસપાસ આવી ગયો છે. એટલે કે માત્ર પાંચ જ દિૃવસમાં સોનામાં ૧૩% થી વધુનું જંગી ગાબડું પડ્યું છે.
જે લોકોએ ઊંચા ભાવે રોકાણ કર્યું હતું તેમના માટે આ િંચતાનો વિષય છે, પરંતુ જેમણે લગ્ન પ્રસંગ માટે ખરીદૃી કરવાની બાકી હતી, તેમને થોડી રાહત મળી છે. સ્ઝ્રઠ ડેટા મુજબ સોમવારે પણ ભાવમાં ?૨૮૦ નો ઘટાડો જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે બજાર હજુ પણ દૃબાણમાં છે. આ ઉપરાંત, બજેટમાં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (જી્) વધારવા અંગે પણ નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી. તેમનો હેતુ અજાણ્યા અને નાના રોકાણકારોને જુગાર જેવા વેપાર એટલે કે સ્પેક્યુલેટિવ ટ્રેિંડગથી બચાવવાનો છે. સરકાર નથી ઇચ્છતી કે નાના રોકાણકારો જોખમી ટ્રેિંડગમાં ફસાઈને મોટું આર્થિક નુકસાન વેઠે.
નાણામંત્રીના નિવેદૃન પરથી સ્પષ્ટ છે કે જ્યાં સુધી વૈશ્ર્વિક સ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી સોનાના ભાવમાં વધઘટ ચાલુ રહેશે.

રિલેટેડ ન્યૂઝ