જમ્મુ-કાશ્મીર સહિત હિમાલયન રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાન્ો લઇન્ો ઉતરાખંડના યાત્રા ધામ બદ્રીનાથમાં તાપમાન માઇનસ ૨૦ થઇ ગયું છે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલી ભારે બરફવર્ષા બાદૃ ગરવાન ગામ ખાત્ો પથરાયેલા બરફ પરથી એક સ્થાનિક બાળક સ્લેજ (બરફ પર સરકતી ગાડી) પરથી બરફ પથરાયેલા ઢાળ પરથી નીચે આવી રહૃાો છે.
દિલ્હી-એનસીઆર,યુપી, પંજાબ, રાજસ્થાનમાં ગાઢ ઘુમ્મસની ચાદર પથરાઈ
ઉતરાખંડ-જમ્મુ-કાશ્મીરનાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષા: ઉતર ભારતના મેદાની ક્ષેત્રો ઠંડીથી ઠુંઠવાયા: વરસાદ-કરાવૃષ્ટિની આગાહી
ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઉતર ભારતમાં મેદાની વિસ્તારોમાં હવામાને ફરી એકવાર પડખુ બદલ્યુ છે. હવામાન વિભાગ મુજબ દિલ્હી-એનસીઆર, યુપી, પંજાબ, હરીયાણા અને રાજસ્થાન જેવા રાજયોમાં ગાઢ ઘુમ્મસ છવાયેલૂ છે. સવારે વિજીબીલીટી ઘણી ઘટી જાય છે. જેના કારણે પરિવહનને અસર થાય છે.
આજે દિલ્હીમાં ગાઢ ઘુમ્મસની સાથે યેલો એલર્ટ જાહેર થયુ છે.આજે દિલ્લહીનું તાપમાન 7 ડીગ્રી રહ્યું હતું.
ઉતર પ્રદેશમાં પણ આવી જ હાલત છે. પશ્ર્ચિમી યુપી (જેમ કે ગાઝીયાબાદ, મેરઠ, નોઈડા)થી માંડીને પૂર્વી ભાગ તરફ ગાઢથી વધુ ગાઢ ઘુમ્મસ છવાઈ રહ્યું છે. અમુક જીલ્લામાં ન્યુનતમ તાપમાન 5 થી 10 ડીગ્રી વચ્ચે છે અને શીત લહેરની અસર સ્પષ્ટ દેખાય છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી યુપીમાં ગાઢ ઘુમ્મસની ચેતવણી આપી છે. કેટલાંક વિસ્તારોમાં કરાવૃષ્ટિની આગાહી કરાઈ છે. જે ઠંડીને વધારી શકે છે.
બીજી બાજુ ઉતરાખંડની પહાડીઓ પર સતત ત્રીજા દિવસે હળવી બરફવર્ષા થઈ છે. ચારધામ, હેમકુંડ સાહીબ. ઔલી સહીત અનેક પહાડીઓ બરફથી ઢંકાઈ ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં કુપવાડા જીલ્લાની સાધના હીલ પર ભારે બરફવર્ષાનાં કારણે 35 વાહનો ફસાઈ ગયા છે જેમને રાતભર અભિયાન ચલાવી સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગાવ અને ગુલમર્ગમાં કડકડતી ઠંડી ચાલી રહી છે.
તો હિમાચલ પ્રદેશના કિન્નોર, કુલ્લુ અને લાહોલ સ્પીતીમાં હિમ સ્ખલનનું ઓરેંજ એલર્ટ જાહેર થયુ છે. આવતીકાલે ઉંચા અને પહાડી વિસ્તારોમાં કેટલાંક સ્થળે હળવો વરસાદ અને હિમપાતની સંભાવના છે.
