ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકમા, સંગઠન મહામંત્રી રત્નાકર, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાએ ચર્ચા વિમર્શ કરી જીલ્લા ભાજપના હોદેદારની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. અગાઉ મનોજભાઈ રાઠોડએ તાલુકા ભાજપ ઉપપ્રમુખ, તાલુકા ભાજપ મંત્રી, જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના ગુજરાતના સૌથી નાની વયના લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા અનુ.જાતી મોરચાના પ્રમુખ, રાજકોટ જીલ્લા ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સહિત જીલ્લા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મો.9824251663 પર શુભેચ્છાઓ પાઠવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
મતદાર યાદી સુધારણા કામગીરી ઝડપી પુરી કરવા હુકમ ; ગુજરાતમાં વોટર લિસ્ટમાંથી 12 લાખ નામો રદ કરવા ફોર્મ ભરાતા ખળભળાટ: ગુજરાત દોડી આવ્યા રોલ ઓબ્ઝર્વર
રાજકોટ કલેકટર કચેરીમાં ત્રણ જિલ્લાના કલેકટરો, ડે-કલેકટરો, મામલતદારો સાથે સમીક્ષા બેઠક કરી રાજકોટ સહિત રાજ્યભરમાં મતદારયાદીમાંથી... -
એલઇડી લાઇટ ધરાવતા વાહનો પર આરટીઓની તવાઇ: 258 કેસોમાં રૂા.2.58 લાખનો દંડ
જો કે ઓવર સ્પીડ, ભયજનક વાહન ચલાવવાના એક પણ કેસ ન થયા તાજેતરમાં જ રાજયનાં વાહન... -
બેડી ચોકડીએ બ્રિજ સહિત ધારાસભ્યએ રજુ કરેલા સુચનો મનપાના બજેટમાં સામેલ
આજે કમિશ્ર્નરે રજૂ કરેલા મનપાના બજેટમાં રાજકોટ-68ના ધારાસભ્ય ઉદય કાનગડે રજૂ કરેલા મોટા ભાગના સૂચનો સામેલ...
