નવા વર્લ્ડ ઓર્ડરમાં દુનિયાનો ઝુકાવ ભારત તરફ છે:મોદી

રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતા વડાપ્રધાન

મહિલાઓ-યુવાનોનો વિકાસ અમારૂ લક્ષ્ય:કોંગ્રેસના શાસનમાં કોઈ ટ્રેડ ડીલ થઈ નહીં ત્ોના કારણે દૃેશની અર્થવ્યવસ્થા પાછળ રહી ગઈ: વિપક્ષ પર નિશાન સાધતા પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહૃાા હતા. પીએમ મોદૃીએ કહૃાું કે, આજે દૃુનિયા પડકારો સામે ઝઝૂમી રહી છે. નવા વર્લ્ડ ઓર્ડર બની રહૃાા છે અને નવા વર્લ્ડમાં દૃુનિયાનો ઝુકાવ ભારત તરફ છે. મહિલાઓ-યુવાનોનો વિકાસ અમારો ટાર્ગેટ છે. આ બાજુ વિપક્ષે વોકઆઉટ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિપક્ષ પર ટાર્ગેટ સાધતા કહૃાું કે, કાલે હું જોઈ રહૃાો હતો, જે ખુદૃને રાજા માને છે, તે આર્થિક અસમાનતાની વાતો કરી રહૃાા હતા. ઘુસણખોરોની વકાલત કરનારાઓને યુવાનો કેવી રીતે માફ કરશે. ઘુસણખોર તેમની આઝાદૃી છીનવી રહૃાા છે. તેમની રોજી રોટીનો હક છીનવી રહૃાા છે. આવા લોકો માટે આ લોકો કવચ બનેલા છે.
વોકઆઉટ પર ગયેલા વિપક્ષ પર કટાક્ષ કરતા પ્રધાનમંત્રીએ કહૃાું કે, જે લોકો થાકી ગયા હતા, જતાં રહૃાા, પણ ક્યારેકને ક્યારેક તેમને જવાબ આપવો પડશે કે દૃેશની આવી હાલત કેવી રીતે બનાવી નાખી. દૃુનિયાના કોઈ દૃેશ આપણી સાથે ડિલ કરવા આગળ નહોતા આવતા. તમારી કોશિશ રહેશે કે પાછળ પાછળ ગયા પણ કોઈ દૃેશ ડિલ નહોતા કરતા. તેની પાછળ સૌથી મોટી ડેવલપ કન્ટ્રી એક ડેવલિંપગ કન્ટ્રી સાથે ડિલ કરે છે તો આ મોટી વાત છે. આ ત્યારે થાય છે, જ્યારે આપની પાસે સામર્થ્ય હોય, આપના નાગરિકોની અંદૃર દૃેશવાસીઓની અંદૃર ઊર્જા હોય.
ટીએમસી પર પ્રહાર- ઘુસણખોરોને બચાવવા માટે કોર્ટ પર પ્રેશર, કોર્ટમાં દૃબાણ બનાવી રહૃાા છે. શું આપણા યુવાનો આવું સહન કરશે.
આમ આદૃમી પર કટાક્ષ- એક પાર્ટી જેમની આખી સરકાર દૃારુમાં જતી રહી, તે બ્લેકની વાત કરી રહૃાા હતા, લાગે છે કે તેમનું બ્લેક સાથે કંઈક છે. બધાનો અતીત હોય છે.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વૈશ્ર્વિક પરિસ્થિતિ અને ભારતની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી. પીએમ મોદૃીએ કહૃાું કે આજે આખી દૃુનિયા અસ્થિરતાના સમયમાં પસાર થઈ રહી છે અને પોતાને સંભાળી શકતી નથી. બીજા વિશ્ર્વયુદ્ધ પછી હવે એક ‘નવો ગ્લોબલ ઓર્ડર ઊભો થઈ રહૃાો છે. પીએમ મોદૃીએ ખાસ ઉલ્લેખ કર્યો કે આવા નાજુક સમયમાં, જ્યારે આખી દૃુનિયા યુદ્ધ અને સંકટોથી ઘેરાઈ છે, ત્યારે ભારત એક ‘વિશ્ર્વ-બંધુ અને આશાની કિરણ બનીને ઊભરી રહૃાું છે. તેમણે આને ભારત માટે ઐતિહાસિક તક ગણાવી અને કહૃાું કે દૃેશ આજે સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહૃાો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે ઘણા વિકસિત દૃેશો એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં તેમની વસ્તી વૃદ્ધ થઈ રહી છે, જ્યારે આપણો દૃેશ પોતાની યુવાન વસ્તીના બળ પર સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહૃાો છે. તેમણે કહૃાું, અમારી પાસે યુવાનોનો એક મોટો ‘ટેલેન્ટ પૂલ (પ્રતિભાનો ભંડાર) છે, જેમણે સપના છે, ઢ સંકલ્પ છે અને ક્ષમતા છે. પીએમ મોદૃીએ આગળ કહૃાું કે ભારત એ દૃેશોમાંથી એક છે જે આશાની કિરણ છે, એવો દૃેશ છે જે દૃુનિયાની પડકારોનો જવાબ આપશે. પીએમ મોદૃીએ કહૃાું કે મુખ્ય અર્થતંત્રોમાં ભારતે ઊંચી વૃદ્ધિ દૃર (ૐૈખ્તર ય્ર્ુિંર) નોંધાવી છે અને ‘હાઈ ગ્રોથ-લો ઇન્લેશન (ઝડપી વિકાસ અને ઓછી મોંઘવારી)નું આ સંયોજન અનોખું છે. તેમણે કહૃાું કે આ આપણા અર્થતંત્રની શક્તિ દૃર્શાવે છે.
પીએમ મોદૃીએ ખૂબ જ સંયમિત અને વ્યંગ્યભર્યા અંદૃાજમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું. હોબાળા વચ્ચે પીએમ મોદૃીએ સભાપતિને સંબોધીને કહૃાું, સભાપતિજી, મારી એક વિનંતી છે. ખડગેજીની ઉંમરને ધ્યાનમાં રાખીને, જો તેઓ બેઠા રહીને નારા લગાવશે તો સારું રહેશે. તેમને કોઈ તકલીફ ન થાય. અહીં ઘણા યુવાન સભ્યો હાજર છે, કૃપા કરીને ખડગેજીને બેઠા રહીને નારા લગાવવાની સુવિધા આપવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, ભારત પ્રત્યે વિશ્ર્વનું આકર્ષણ વધી રહૃાું છે અને ભારતના ટેલેન્ટનું મહત્ત્વ વિશ્ર્વ સમજી રહૃાું છે. વિશ્ર્વમાં અનેક પડકારો વચ્ચે ભારત આશાનું કિરણ બન્યું છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે. આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતાઈને દૃર્શાવે છે. દૃેશ સ્વતંત્ર થયો ત્યારે આપણે દૃુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, પણ આ લોકોએ (વિપક્ષ) દૃેશને ૧૧મા ક્રમે પહોંચાડી દૃીધો. આજે અમે ત્રીજા સ્થાને જવાની દિૃશામાં આગળ વધી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ