150 જેટલા શોધપત્રો રજુ થયા, જેમાંથી 104 બેસ્ટ પેપર બન્યા છે. આ બેસ્ટ પેપરો સંશોધકોનો ઉત્સાહ પ્રેરે છે : કુલપતિ પ્રો. ચૌહાણ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા ફિનટેક ઇનોવેશન્સ અને વિકસીત ભારતના ટકાઉ વિકાસ માટે નાણાકીય સમાવેશ અંતર્ગત રાષ્ટ્રીય સેમિનાર યોજાઈ ગયો.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ દ્વારા વેટરનરી કોલેજમાં રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (છઞજઅ) ફેકલ્ટી ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ ઓન ફિનટેક ઇનોવેશન્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ વિકસીત ભારત 2047 હેઠળ એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારને દિપ પ્રાગટ્યથી જૂનાગઢ મહાનગરનાં અગ્રણી ગૈારવભાઇ રૂપારેલીયાએ ખુલ્લો મુકતા જણાવ્યુ હતુ કે, વ્યક્તિના વિકાસ દ્વારા, રાષ્ટ્રનું નિર્માણ થાય છે. અને આજે જે સમયગાળામાં ભારત છે તેમાં વ્યક્તિત્વ નિર્માણનું અભિયાન અત્યંત મહત્વનું બની ગયું છે. અને આપણે આ સુવર્ણયુગની દરેક પળનો લાભ લેવાનો છે, આપણે એક ક્ષણ પણ વેડફવી ન જોઈએ.
રાષ્ટ્રીય પરિસંવાદનાં અધ્યક્ષ પ્રો. (ડો.) પ્રતાપસિંહજીએ પ્રાસંગિક ઉદબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષકો અને યુનિવર્સિટીઓ ભારતને ઝડપથી વિકસિત દેશ બનાવવાનાં માર્ગો શોધવા પર વિચાર કરે છે, તથા વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં સુધારા માટે ચોક્કસ ક્ષેત્રોની ઓળખ પણ કરે છે. આજે 448 જેટલા રજીસ્ટ્રેશન થયા છે જે સૈારાષ્ટ્રનાં યુનિ. કક્ષાનાં પરિસંવાદોમાં શિરમોર છે., આજનાં દિવસે 150 જેટલા શોધપત્રો રજુ થયા જેમાંથી 104 બેસ્ટ પેપર બન્યા છે. આ બેસ્ટ પેપરો પૈકી રિસર્ચ પેપર સારાંશની પુસ્તકીનાં સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે, આ કાર્યશાળાનાં તજજ્ઞ વક્તા શ્યામજીકૃષ્ણવર્મા યુનિ. કચ્છનાં પ્રો. વિજય વ્યાસે જણાવ્યુ હતુ કે ઇતિહાસ દરેક દેશને એક સમયગાળો આપે છે, શિક્ષણવિદ સમુદાયને જીવનશૈલીને લગતા મુદ્દાઓનો સામનો કરવા, વિદ્યાર્થીઓને આદર્શ બનવા તથા પ્રત્યેક ડિગ્રીધારકોમાં ઓછામાં ઓછું એક વ્યાવસાયિક કૌશલ્ય હોવું જોઈએ. તેમ જણાવ્યું હતું.
રીસોર્સ પર્સન પ્રો. જયદિપ ચૈાધરીએ તજજ્ઞ વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે આગામી 25 વર્ષ કોલેજો અને યુનિવર્સિટીઓમાં યુવાનોની કારકિર્દી માટે નિર્ણાયક બની રહેશે. ભવિષ્યમાં યુવાનો જ નવા સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, સરકાર પણ દેશનાં દરેક યુવાનને વિકસિત ભારતનાં કાર્યયોજના સાથે જોડવા ઇચ્છે છે.
