લોકોએ પરિવાર સાથે મિલન કરાવ્યું
આફ્રિકાના ક્ધિશાસાથી માનસિક બીમારીની સારવાર માટે ગુજરાત આવી રહેલ યુવાન મુંબઈ એરપોર્ટ બહાર નીકળ્યા બાદ અચાનક ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે 48 કલાક બાદ પરિવારને તેઓ હેમખેમ મળી આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં સાસરુ ધરાવતા અને મૂળ મોરબીના અને હાલ છેલ્લા 20 વર્ષથી ક્ધિશાસા આફ્રિકામાં હોટલ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ત્રિભુવનભાઈ સુરાની ઉંમર વર્ષ 50 છેલ્લા કેટલાક સમયથી માનસિક તકલીફ અનુભવી રહ્યા હોય ગુજરાત તેઓ નિયમિત દવા લેવા માટે આવતા જતા રહેતા હતા. દરમિયાન ગત 29 જાન્યુઆરીના હવાઈ મુસાફરી કરી મુંબઈ એરપોર્ટ બહાર નીકળ્યા હતા. દરમિયાન માનસિક સંતુલનતા ગુમાવતા ગુમશુમ બન્યા હતા. બીજી તરફ ગોંડલ અને મોરબીમાં પરિવાર ઘેરા શોક માં મુકાયો હતો ગોંડલ રહેતા તેમના સાળા ભાવેશભાઈ ગોંડલીયા , સંજયભાઈ ગોંડલીયા, પત્ની સુધાબેન સુરાની અને સાઢુભાઈ ભરતભાઈ શોધ ખોળ માટે મુંબઈ જવા નીકળ્યા હતા. પરંતુ કહેવત છે ને રામ રાખે તેને કોણ ચાખે મુંબઈ એરપોર્ટની બહાર નીકળ્યા પછી રાજેશભાઈ થાણે નજીક કલાકોના કલાકો એકલા ગુણસુમ બેઠા રહ્યા હોય નજીકમાં દુકાન ધરાવતા પ્રલાભભાઈ અને તેમના કર્મચારીઓનું તેમના પર ધ્યાન પડ્યું હતુ. તેમની સાથે વાતચીત કરતા રાજેશભાઈ કોઈ ખાસ્સો જવાબ આપી શક્યા ના હતા. થાણે ના સેવાભાવી લોકોએ કોઈ ગુજરાતી ને બોલાવી વાતચીત કરવાનું જણાવતા માત્ર એક સંબંધીનો મોબાઇલ નંબર બોલી શક્યા હોય જેના કારણે ગોંડલ મોરબી થી નીકળેલ પરિવારજનોનો સંપર્ક થઈ જવા પામ્યો હતો. અને પરિવારજનોએ તેમની માનસિક પરિસ્થિતિની સઘળી જાણ કરી નજદીક ની કોઈ હોટલમાં તેમને રોકી દેવાનું જણાવતાં થાણેના લોકોએ તેવી સેવા પણ બચાવી હતી જેના અંતે રાજેશભાઈ નું પરિવાર સાથે મિલન થવા પામ્યું હતું. થાણેના લોકો સાથે મુંબઈ પોલીસે પણ મદદ કરી હતી.દવાનો ડોઝ ન પીવાના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠેલા રાજેશભાઈ રોડ નજીક સૂટકેશ ઉપર બેઠા બેઠા આફ્રિકન રૂપિયાનું જરૂરિયાત મંદ લોકોને દાન કરવા માંડ્યા હતા. તેઓના ખિસ્સામાં ગણ્યા ગાંઠિયા રૂપિયા વધ્યા હતા. સદનશીબે તેમની કોઈ પણ ચીજ વસ્તુ ગુમ થઈ ન હતી.
