શિવરાત્રી મીની મહાકુંભ મેળા પૂર્વે રાજકોટ વેરાવળ સાંજની ટ્રેન સમયસર દોડાવવા માંગ

મુસાફરોમાં ભભૂક્યો રોષ: ડબ્બા વધારવા અને નિયમિત સમયપત્રક અમલમાં મૂકવા રજૂઆત

જૂનાગઢ ખાતે ઉજવાતા મહાશિવરાત્રી મહાકુંભ તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટથી વેરાવળ તરફ જતી સાંજની મુસાફરી ટ્રેનના સંચાલન અંગે મુસાફરો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમયથી રાજકોટથી નીકળતી સાંજે 6/25 ઉપડતી ગાડી નંબર 59421 પેસેન્જર લોકલ ટ્રેન નિયમિત સમયે દોડતી નથી. ક્યારેક ગોંડલ તો ક્યારેક વીરપુર સ્ટેશન પરથી મોડી ઉપડતી હોવાના આક્ષેપો મુસાફરો દ્વારા કરવામાં આવી રહ્યા છે.મુસાફરોના જણાવ્યા મુજબ ટ્રેન મોડી ઉપડવાના કારણે જૂનાગઢ સ્ટેશન પર પહોંચવામાં વારંવાર વિલંબ થાય છે. જેના પરિણામે શાપુર લુશાળા કેશોદ, માળીયા હાટીના, ચોરવાડ અને વેરાવળ સહિતના વિસ્તારોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરીયાત લોકો તેમજ સારવાર માટે આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે ટ્રેઈન માં મુસાફરોની ભીડ સતત વધી રહી છે. છતાંય ટ્રેનમાં ડબ્બાઓ વધારવા બાબતે કોઈ નોંધ લેવાતી નથી રેલ્વે વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં ડબ્બા વધારતા નથી ટ્રેન સમયસર ન ચાલે અને પૂરતી બેઠક વ્યવસ્થા ન મળે તો મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. અને મુસાફરો ત્રાહિમામ પોકારે છે ખાસ કરીને શિવરાત્રી ના તહેવાર દરમ્યાન જૂનાગઢ તરફ ભક્તોની અવરજવર વધે છે, જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ડબ્બા વધારવા જોઈએ રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મુસાફરો સાથે અવગણના અને સતત હળાહળ અન્યાય થઈ રહ્યો છે શિવરાત્રી તહેવાર પૂર્વે મુસાફરોની સુવિધા માટે રાજકોટ-વેરાવળ સાંજની ટ્રેન નિયમિત સમય મુજબ દોડાવવામાં આવે તેમજ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં ડબ્બા તાત્કાલિક વધારવા માગણી ઊઠી છે.જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓના મુસાફરોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે મારી ટિકિટ મારી શાન, વિકસિત ભારત જેવું જાહેર સૂત્ર સોરઠ માટે સાબિત થયું નથી આમ રેલ્વે વિભાગ દ્વારા સોરઠને હળાહળ અન્યાય થઈ રહ્યો છે સોરઠમાંથી રેલવેને ઘી કેળા જેવી અઢળક કમાણીપણ છે થતા સતત અન્યાય થઈ રહ્યો છે.
રાજકોટ થી. વેરાવળ વચ્ચે વધારાની કાયમી માટે બે ડેમુ ટ્રેન દોડાવવા પણ મુસાફરોની ઉગ્ર માગણી ઉઠી છેમુસાફરોમાં થી સાંભળવા મળે છે કે. ટ્રેન સમય સર. નહીં દોડતા અને મુસાફરી સુવિધાઓમાં સુધારો ન થાય તો આવનારા દિવસોમાં રેલ્વે વિભાગને આર્થિક નુકશાની પણ વેઠવી પડશે એમ જાણવા મળે છે.

રિલેટેડ ન્યૂઝ