રાજકોટમાં સામાકાંઠે મકાનમાંથી વેપારીના અધધધ રૂા.દોઢ કરોડના 130 કિલો ચાંદીના દાગીનાની ચોરી

મોડી રાતે તસ્કરોએ મોટી ખેપને અંજામ આપ્યો: જાણભેદુની શંકા

ચાંદીના વેપાર માટે વિખ્યાત સામાકાંઠા વિસ્તારમાં મોટી ચોરીથી ખળભળાટ: પોલીસ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઘટના સ્થળે દોડયા

શહેરના ચાંદીના વેપાર માટે વિખ્યાત સામાકાંઠે વિસ્તારમાંથી 130 કિલો ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ચંપકનગરમાં બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડી સામે મકાન ભાડે રાખી વેપારી અતુલભાઈ બુસાએ તેમાં 50 ટકા ટચ કરેલ દાગીના તૈયાર કરી મુક્યા હતાં, ગઈ રાતે કારમાં ઘસી આવેલ તસ્કરોએ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપી આશરે દોઢેક કરોડના મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ પણ દોડી આવ્યાં હતાં. હાલ પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને સાથે વેપારીની ફરીયાદ નોંધવા પણ તજવીજ આદરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, સામાકાંઠે આવેલ ચંપકનગર-01 માં આવેલ બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડી સામે આવેલ બીપીનભાઈનું મકાન ભાડે રાખી ચાંદીના મોટા વેપારી અને શક્તિ સિલ્વર નામની પેઢી ધરાવતા અતુલભાઈ લિંબાભાઈ બુસા છેલ્લા છએક માસથી ત્યાં તૈયાર દાગીના બનાવી વેપાર કરે છે.
તેઓએ અઠવાડિયા પહેલા 130 કિલો દાગીના જે 50 ટકા ચાંદીનું ટચ આપી બનાવેલ હતાં. તે ત્યાં મકાનમાં રાખેલ હતાં. તે મકાનમાં ઉપરના માળે ભાડુઆત પણ રહે છે. ગઈ રાતે વેપારી અતુલભાઈ પોતાની પેઢીમાં સમાન રાખી મકાન બંધ કરી ઘરે ચાલ્યા ગયાં હતાં. ત્યારે મોડી રાતે ત્રાટકેલ તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી ઉપરના માળે રહેતાં ભાડુંઆતના રૂમને બહારથી બંધ કરી દિધો હતો.
જે બાદ તસ્કરોએ નીચેના માળે રૂમમાં રહેલ 130 કિલો ચાંદીના બનાવેલ દાગીનાના કોથળા ભરી નાસી છૂટ્યા હતા. વ્હેલી સવારે જ્યારે ભાડુઆત પોતાનો રૂમ ખોલવા જતા બહારથી બંધ હતો. જેથી પાડોશીને જાણ કરી રૂમ ખોલાવી નીચે આવી

રિલેટેડ ન્યૂઝ