આશ્રમના સંચાલકોન્ો મોટો ફટકો; આશ્રમન્ો કોઇપણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરી અરજી ફગાવી દૃીધી
૫૦૦ કરોડની જમીન પર ફરી વળશે બુલડોઝર
શહેરના મોટેરા વિસ્તારમાં આસારામ આશ્રમની ૪૫ હજાર ચો.મી. કરતાં વધુ જમીન પાછી લઇ લેવા અંગ્ો ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારન્ો એક મહત્વના આદૃેશ મારફત્ો મંજૂરી આપી દૃીધી છે, જેન્ો પગલે હવે રૂા.૫૦૦ કરોડથી પણ વધુની જમીન પર બન્ોલા આસારામ આશ્રમ અન્ો ત્ોના ગ્ોરકાયદૃે બાંધકામો અને દૃબાણો પર બુલડોઝર ફરી વળશે. આ સાથે જ દૃુષ્કર્મ કેસના આરોપી આસારામ અને નારાયણ સાંઇના આ અમદૃાવાદૃના આશ્રમનું સરનામાનું અસ્તિત્વ પણ મટી જશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ આસારામ અન્ો ત્ોના આશ્રમના સંચાલકોન્ો બહુ મોટો ઝટકો આપતાં સરકારે જમીન પાછી લેવાના નિર્ણયન્ો બહાલી આપી હતી. અન્ો આસારામ આશ્રમન્ો કોઇપણ રાહત આપવાનો ઇન્કાર કરી ત્ોમની અરજી ધરાર ફગાવી દૃીધી હતી.
આસારામ આશ્રમન્ો દૃાયકાઓ પહેલાં મર્યાદિૃત ધાર્મિક ઉપયોગ માટે અપાયેલી જમીનનો વ્યાપ આસારામ અન્ો ત્ોના સંચાલકો, અનુયાયીઓએ બહુ સુવ્યવસ્થિત રીત્ો વધાર્યો હતો અને ધીરે ધીરે સરકારી જમીન પર ગ્ોરકાયદૃે દૃબાણ અન્ો બાંધકામ ઉભા કરી દૃીધા હતા. બાદૃમાં આસારામ આશ્રમ તરફથી આ બાંધકામ નિયમિત કરવા સહિતની બાબત્ો સરકાર અને સત્તાવાળાઓ સમક્ષ વિવિધ અરજીઓ કરાઇ હતી. જો કે, તમામ તબક્કે આસારામ આશ્રમની અરજીઓ નામંજૂર થઇ હતી અન્ો આખરે વિવાદૃીત જમીન પાછી લઇ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આસારામ આશ્રમ તરફથી કરાયેલી અરજીઓનો રાજ્ય સરકાર તરફથી જોરદૃાર વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકારી જમીન પચાવી પાડવાનું અન્ો ત્ોની પર મોટાપાયે ગ્ોરકાયદૃે દૃબાણો અને બાંધકામ કરી દૃેવાનું આ દૃેખીતું ઉદૃાહરણ છે. દૃાયકાઓ પહેલાં માત્ર મર્યાદિૃત ધાર્મિક ઉપયોગ માટે આપાયેલી જમીન ધીમે ધીમે ત્ોની કાયદૃેસર સીમાઓન્ો વટાવતી ગઇ હતી. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે, ત્ોમાં કોઇ વ્યાવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઇ અનધિકૃત બાંધકામ નહીં થાય અન્ો જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. ત્ોમ છતાં તપાસ દૃરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અન્ો કબજો થયેલો હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના કેસન્ો વધુ વજન આપતી બાબત એ હતી કે, આશ્રમન્ો જાત્ો જ વારંવાર અનધિકૃત બાંધકામન્ો નિયમિત કરવાની અરજીઓ કરી હતી. જે સત્તાવાળાઓ દ્વારા નામંજૂર કરાઇ હતી.
