સોના-ચાંદીના ભાવ ફરી ધડામ

સોના-ચાંદીના ભાવોમાં ફરી વખત તેજી-મંદીની ઉથલપાથલ શરૂ થઈ હોય તેમ આજે ભાવો ફરી ધડામ થયા હતા. ખાસ કરીને ચાંદીમાં 9 ટકા જેવો મસમોટો કડાકો સર્જાયા બાદ આંશિક રિકવરી હતી. સોનું પણ 5000 રૂપિયા જેટલુ તૂટયા બાદ થોડું વધ્યુ હતું.
અસામાન્ય તેજી બાદ પ્રચંડ કડાકા અને ફરી ઉછાળા વચ્ચે હવે નવેસરથી મંદી હોય તેમ સોના-ચાંદીના ભાવ ગગડયા હતા. વિશ્ર્વબજારની મંદીનો પ્રત્યાઘાત પડયો હતો. ભારતીય કોમોડીટી એકસચેંજમાં ચાંદીના ભાવમાં 18000 નો કડાકો હતો.નીચામાં 239000 થયા બાદ 250200 હતી. વિશ્ર્વ બજારમાં ચાંદી ગગડીને 77.36 ડોલર હતી. હાજર ચાંદીમાં 33000 ના કડાકાથી 256400 હતી.સોનામા પણ ગાબડુ હતું હાજર સોનુ 5500 ના કડાકાથી 157500 હતું કોમોડીટી એકસચેંજમાં નીચામાં 148455 થઈને 152635 હતું વિશ્ર્વ બજારમાં ભાવ 5000 ડોલરની નીચે ઉતરીને 4883 ડોલર સાંપડયો હતો. સોના-ચાંદીમાં ઉથલપાથલને પગલે ઈન્વેસ્ટરોમાં ચિંતા પ્રસરી છે. રોજ 5-10 ટકાની વધઘટ અસામાન્ય છે અને વાયદા તો ઠીક ફીઝીકલ વેપારને પણ મોટો ફટકો પડયો છે. વેપારીઓના કહેવા પ્રમાણે વર્તમાન પ્રકારની વધઘટ ચાલૂ રહેવાનાં સંજોગોમાં કારોબાર ફરી ઠપ્પ થઈ શકે છે.
છેલ્લા દિવસોની તેજી પાછળ સંભવીત યુદ્ધ સહિતના ઘટનાક્રમોને જવાબદાર ગણવામાં આવતા હતા પરંતુ મંદી ઉથલપાથલ પાછળનૂં કારણ બેફામ સટ્ટો અને પોઝીશનો હળવી થવાનું મનાય છે.

રિલેટેડ ન્યૂઝ