સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડા-દીવમાં શાળાના આચાર્ય આરીફ લાખાવાલાના માર્ગદર્શનમાં ’ બેટી શિક્ષા, બેટી સુરક્ષા, ના વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના નોડલ ઑફિસર રાષ્ટ્રીય પુરસ્કૃત વિજેતા સિનિયર શિક્ષિકા પ્રતિભાબહેન ગૌરીશંકર સ્માર્ટના નેતૃત્વ હેઠળ સુરક્ષા જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જ
ેમાં પ્રતિભાબહેન સ્માર્ટ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે શિક્ષાનું મહત્ત્વ, સુરક્ષા જાગૃતિ, આત્મવિશ્વાસ અને નેતૃત્ત્વ કૌશલ્યનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીનીઓ ઘર, શાળા અને સમાજમાં સુરક્ષિત રહેવા માટે સ્ત્રી સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને કાનૂની જાગૃતિ, વિવિધ હેલ્પ લાઇન નંબરની જાણકારી, ટ્રાફિક જાગૃતિ અભિયાન, ગુડ ટચ, બેડ ટચ વિશેની માહિતી અને સ્વ રક્ષા અંગે સ્માર્ટ બોર્ડ પર વિડિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળા પરિવારના સર્વે શિક્ષક ભાઈ બહેનોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
