સુપરપાવર દેશોમાં ભારત સાથે હાથ મિલાવવાની હરીફાઈ!

અમેરિકા બાદ હવે ચીને આપી ખાસ ઓફર

ભારતની વિદૃેશ નીતિ માટે વર્ષ ૨૦૨૬ એક નવીન ઊર્જા લઈને આવ્યું છે. એક બાજુ, ભારતને સતત ધમકીઓ આપનારા ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર લાદૃેલા ટૅરિફ પાછા ખેંચવાની ફરજ પડી છે, તો બીજી બાજુ હિમાલયની સરહદૃેથી પણ શાંતિના પવન ફૂંકાઈ રહૃાા છે. ભારતમાં ચીનના રાજદૃૂત જૂ ફેઈહોંગના તાજેતરના નિવેદૃન પરથી સ્પષ્ટ થાય છે કે, બેઇિંજગ હવે ભારત સાથેના સંબંધોને દૃુશ્મનીના બદૃલે સહયોગની ષ્ટિએ જોવા મજબૂર થયું છે.
ચીની રાજદૃૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર જણાવ્યું કે, ચીન ભારત સાથે મળીને એ સંમતિ પર આગળ વધવા તૈયાર છે જ્યાં બંને દૃેશો એકબીજાના વિકાસમાં ભાગીદૃાર બને. વર્ષોના તણાવ અને કડવાશ બાદૃ ચીનનું આ વલણ સંબંધોમાં નરમાશનો સંકેત આપે છે. આ આર્થિક રણનીતિઓનો હેતુ બંને દૃેશો વચ્ચેના વ્યાપારિક અને વ્યવહારિક સહયોગને ફરીથી મજબૂત બનાવી પરસ્પર લાભનો વ્યાપ વધારવાનો છે.ચીને બ્રિક્સની અધ્યક્ષતા માટે ભારતનું મજબૂત સમર્થન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી શક્તિને સ્વીકારવી એ ચીનની વ્યૂહાત્મક મજબૂરી છે. ચીની રાજદૃૂતે બંને દૃેશો વચ્ચે સાંસ્કૃતિક અને નાગરિક સંવાદૃ વધારવા પર પણ ભાર મૂક્યો છે.

રિલેટેડ ન્યૂઝ