દેશભરમાં ડિજિટલ ફ્રોડ મામલે SPO જાહેર કરવા સુપ્રીમનો આદૃેશ

રૂા.૫૪૦૦૦ કરોડથી વધુની સાયબર છેતરિંપડીન્ો લૂંટ ગણાવતી કોર્ટ

આરબીઆઈ દ્વારા ત્ૌયાર કરાયેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેિંટગ પ્રોસીજરન્ો સમગ્ર દૃેશમાં સત્તાવાર રીત્ો લાગુ કરવા કેન્દ્ર સરકારન્ો આપ્યો આદૃેશ

દૃેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદૃાલતે આ પ્રકારની છેતરિંપડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને કેન્દ્ર સરકારને આદૃેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેક્ધ્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દૃરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદૃાજે રૂ.૫૪,૦૦૦ કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદૃેશ આપ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી ’સ્ટાન્ડર્ડ ઓપરેિંટગ પ્રોસીજર’ને સમગ્ર દૃેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.
અદૃાલતે સ્પષ્ટ કહૃાું છે કે, આવા કિસ્સાઓમાં બેંકોની બેદૃરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. ઇમ્ૈંની ર્જીંઁ મુજબ, જો કોઈ શંકાસ્પદૃ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે સીબીઆઈને દૃેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ, આરબીઆઈ અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરિંપડી રોકવાનો છે.
કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહૃાું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતા હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદૃલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.

રિલેટેડ ન્યૂઝ