સતત આગળ વધી રહેલા પશ્ર્ચિમી પવન આજે હિમાલયન રાજ્યોમાં પ્રવેશશે
પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ શકે છે, જેના કારણે મેદૃાની વિસ્તારોમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફુંકાવા હવામાન વિભાગની આગાહી
ફેબ્રુઆરીના આઠ દિૃવસ પછી પણ શિયાળાની ઋતુ પૂરી થવાને હજુ બાકી છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે, જેમાં ઠંડી ફરી આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ કહે છે કે પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. આનાથી મેદૃાની વિસ્તારોમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે પશ્ર્ચિમી હિમાલયના રાજ્યોમાં હવામાનમાં ફેરફારનો સંકેત આપ્યો છે.
પશ્ર્ચિમી વિક્ષેપ સતત ઉપરના વાતાવરણમાંથી હિમાલય પ્રદૃેશ તરફ આગળ વધી રહૃાો છે અને આજે (૯ ફેબ્રુઆરી) પર્વતીય રાજ્યોમાં પ્રવેશ કરશે. આ કારણે આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદૃેશના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદૃની અપેક્ષા છે. આ વલણ ૧૦ અને ૧૧ તારીખ સુધી ચાલુ રહેવાની ધારણા છે. આ સમયગાળા દૃરમિયાન, પર્વતીય વિસ્તારોમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
વરસાદૃની સાથે, હિમવર્ષાની ચેતવણી પણ આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ રહેવાસીઓએ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આ વિસ્તારોમાં આજે (૯ ફેબ્રુઆરી) વરસાદૃ અને હિમવર્ષા બંનેનો અનુભવ થવાની ધારણા છે. હવામાન વિભાગે રહેવાસીઓને ઊનના કપડાં પહેરવાની અને ઠંડીથી પોતાને બચાવવાની સલાહ આપી છે. જોકે, દિૃલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદૃેશ, બિહાર, મધ્ય પ્રદૃેશ, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના મેદૃાની વિસ્તારોમાં કડકડતી ઠંડીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિૃવસોમાં કાતિલ ઠંડીમાં વધારો થઈ શકે છે.
જોકે, પર્વતોમાં હિમવર્ષા શિયાળાનું પુનરાગમન લાવી શકે છે. પૂર્વી રાજસ્થાનના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. ઉત્તર ભારતીયોને ધુમ્મસથી રાહત મળવાની શક્યતા ઓછી છે. દિૃલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદૃેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં આજે અને કાલે (૧૦ ફેબ્રુઆરી) સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે. ઉત્તર પ્રદૃેશના બરેલી અને ગોરખપુરમાં વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, દૃેશના અનેક રાજ્યોમાં બરફ વર્ષા અને વરસાદૃને લઈ કાતિલ ઠંડીનો ચમકારો વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. ઘણા રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. ઉત્તર ભારતમાં ઠંડી ફરી તીવ્ર બનવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદૃીગઢ, દિૃલ્હી-દ્ગઝ્રઇ અને રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થવાની ધારણા છે.
