યજ્ઞ, નગર શોભાયાત્રા, મહાપ્રસાદ, રક્તદાન કેમ્પનું આયોજન
રાજુલા શહેરમાં શ્રી કુળદેવી હિંગળાજ માં ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાન તથા શ્રી સ્વામી લીલાશાહ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. તા. 09 થી 11 ફેબ્રુઆરી 2026 (સોમવાર, મંગળવાર, બુધવાર) સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવમાં સર્વ ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.
ત્રણ દિવસીય આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે તા. 09 ફેબ્રુઆરીએ સવારે યજ્ઞ પ્રારંભ , અરણી મંથન, જલ યાત્રા, કુટીર હોમ અને સાંજે આરતી તેમજ રાત્રે 09:00 કલાકે સુંદરકાંડ ના પાઠ નું આયોજન વાંકુ ની ધાર વાળા કરુણાનિદાન બાપુ રાખેલ છે બીજા દિવસે તા. 10 ફેબ્રુઆરીએ મૂર્તિ નગર ભ્રમણ થશે. વિધ્યા બેન લાલવાણી (મુનીબેન વકીલ) ની ઘરે થી નીકળશે અને વિધિવત પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ સવાર થી યોજાશે. ઉપરાંત પ્રસાદ, સાંજના સમયમાં મહાપ્રસાદનું આયોજન ત્યારબાદ ઝુલેલાલ મંડળ ભાવનગર દ્વારા ભહેરાણા સાહેબ નું આયોજન રાખેલ છે
ત્રીજા દિવસે તા. 11 ફેબ્રુઆરીએ બ્લડ ડોનેશન કેમ્પ સવારે 09 થી 05 વાગ્યા સુધી રાખેલ છે સાંજે , પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, મહાપ્રસાદ અને સાંજે બીડું હોમ કાર્યક્રમ બાદ પૂર્ણાહુતી થશે આ સમગ્ર કાર્યક્રમ નવનિર્મિત વાડી તેમજ આ નિજ મંદિર ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન
વૃન્દાવન સોસાયટી ભેરાઇ રોડ રાજુલા ખાતે રાખવામાં આવેલ છે આ મહોત્સવમાં આચાર્ય પદે શાસ્ત્રી શ્રી બલવંતભાઈ હરગોવિંદભાઈ ઉપાધ્યાય (રાજુલાવાળા) વિરાજમાન રહેશે. ઉપરાંત તા. 11 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9:00 થી 5:00 વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વસંત ભાઈ સોરઠીયા, કિશનભાઇ કલવાણી, હીરાભાઇ જુરાણી , નરેશભાઈ જુરાણી ,મનીષભાઈ સોરઠીયા, મનીષભાઈ ખુહા, ઘનશ્યામભાઈ સોરઠીયા, કિશોરભાઈ સોરઠીયા, દિવ્યેશભાઈ સોરઠીયા, યોગેશભાઈ ખુહા, ભગવાનભાઈ કલવાણી, પ્રકાશભાઈ જેસિંગાણી ,સુરેશભાઈ જુરાણી, કમલેશભાઈ જુરાણી તથા સમગ્ર રાજુલા સીધી સમાજ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
