વેરાવળના કે.સી.સી. મેદાન ખાતે પસ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ-2026થનો પ્રારંભ

ગીર સોમનાથ કલેક્ટર અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025-26 હેઠળ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત વેરાવળના કે.સી.સી મેદાન ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી બહેન જાનીની ઉપસ્થિતિમાં ’સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ-2026’નો પ્રારંભ થયો હતો. કલેક્ટર એન.વી ઉપાધ્યાયે પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે નિરંતર પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ ’સ્વદેશી મેળો’ છે. જેમની પાસે ઘરની બહાર જઈ અને પોતાના ઉત્પાદન વેચવા માટે કોઈ સગવડ નથી એવા તમામ માટે આ મેળામાં નિ:શુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યાં છે.
લોકોને ખરીદી માટે અહીં સ્વદેશી બનાવટની વસ્તુઓ માટે ખૂબ જ સારું માર્કેટ મળી રહેશે. જો કોઈપણ વસ્તુઓ સારી હશે તો નાગરિકો આપોઆપ એ વસ્તુઓ અને ઉત્પાદન તરફ આકર્ષાશે અને આવી રીતે કાયમી ગ્રાહક બનશે. આમ કહી કલેકટર એ ઉપસ્થિત સર્વે મહિલાઓને વ્યાપારમાં પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.નગરપાલિકાના પ્રતિનિધિ ચંદ્રિકાબહેન સિકોતરિયા એ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ’યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમન્તે તત્ર દેવતા’ એ આપણી ભારતીય પરંપરા રહી છે. જ્યાં સ્ત્રી આત્મનિર્ભર છે, જ્યાં સ્ત્રીના આત્મા સન્માન ની રક્ષા થાય છે, જ્યાં સ્ત્રી સ્વયં શક્તિ છે, એવી જગ્યાએ સુખ- શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ હંમેશા રહે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં સ્ત્રી સશક્તિ કરણ ક્ષેત્રમાં મજબૂતી થી કામ થઈ રહ્યું છે. સખી મેળા, નારી મેળા, જેવા માધ્યમથી સ્ત્રી પગભર બને એવા પ્રયત્નો થઈ રહ્યાં છે. એક મહિલા તરીકે ઘર તો ચલાવવું જેટલું જરૂરી છે એની સાથે જ ભરત ગૂંથણ, હસ્ત કલાના ઉત્પાદન સહિતના કામ કરી પગભર થવા પ્રયત્ન કરવો જ જોઈએ. એમ એમણે ઉમેર્યું હતું.તા.08/02/2026 થી તા.15/02/2026 સુધી સવારે 10.00 થી રાત્રે 10.00 દરમિયાન યોજાનાર આ સ્વદેશી મેળામાં નાગરિકો સ્થાનિક કારીગરો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, લોકલ ઉત્પાદકોના સ્વદેશી અને હસ્તનિર્મિત ઉત્પાદનોની ખરીદી કરી શકશે.સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલમાં ગૌ આધારિત પ્રોડક્ટ્સ, આયુર્વેદિક પ્રોડક્ટસ તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોના 14 સ્ટોલ, કટલેરી-હસ્તકલા હોમ ડેકોરેટ અને લિંપણ આર્ટના 07 સ્ટોલ તેમજ કુર્તી, ડ્રેસ મટિરિયલ્સ અને કાપડના 13 સ્ટોલ્સ તેમજ ફાસ્ટ ફૂડના છ સ્ટોલ મળી અને કુલ 40 સ્ટોલ્સ રાખવામાં આવ્યાં છે.કલેક્ટર સહિતના તમામ મહાનુભાવોએ તમામ સ્ટોલ ની મુલાકાત લઈ અને સ્ટોલ ધારકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ નગરપાલિકા સેક્રેટરી દિગંત દવેએ કરી હતી.આ તકે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોષી, ચીફ ઓફિસર દેવી બહેન ચાવડા, અગ્રણી સંજય પરમાર, શૈલેષ મેસવાણિયા અને મોટી સંખ્યામાં મહિલાઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ