LCB પોલીસે મુદ્દામાલ સાથે ચોરી કરનાર અને ભંગાર લેનાર બન્ને શખ્સોની અટકાયત કરી
ઉના તાલુકાના કેસરીયા ગામે આવેલ શંકર ભગવાન ના મંદિર ના વાસણો અને સર્પ આકાર ના નાગદાદા ના આકાર જેવા તાંબાના ધાતું ઓ કાપેલા સાથે ચોરી કરનાર અને ભંગાર મા લેનાર બન્ને શખ્શો ને કી રૂ 10000 ના મુદામાલ સાથે પકડી પાડી અન ડીટેકટ ગુન્હો ડીટેનટ કર્યો છે ઉના ના કેસરીયા મંદિરમાં થયેલી ચોરી અંગે ઉના પોલીસ મા ગુન્હો નોંધાયો હતો આ બાબતે મિલકત સંબંધી ગુન્હો ડીટેનડ કરવા જીલ્લા રેન્જ પોલીસ અધીક્ષક અને જીલ્લા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજા એ ગુન્હા આચરતા શખ્શો ને શોધી કાઢી પકડી પાડવા સુચન કરેલ જે અંતર્ગત ગીર સોમનાથ એલ.સી.બી.ના પો.ઇન્સ.એસ.વી. રાજપુત પો.સબ ઇન્સ એ.સી.સિંધવ પો.સબ ન્સ.એચ.એલ.જેબલીયા ની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. અરવિંદભાઇ જાની પો.કોન્સ.સંદીપસિંહ ઝણકાટ એ હયુમન સોર્સીસથી મળેલ બાતમી આધારે ઉનાના કેસરીયા ગામે શંકર દાદાના મંદીરે ચોરી થયેલ હોય જે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આ ગુન્હાના સંડોવાયેલા ગફાર ઉર્ફે કાળુ નુરાભાઈ કાતીયાર સંધી ગામીતી રહે ગડુ, તેમજ ભંગાર લેનાર ફેરીયો હાજીભાઇ ઉર્ફે ઇસ્માઇલભાઈ હાસમભાઇ મુન્સી મુલ્લાં ને પકડી પાડી તેના કબ્જા માં રહેલ તાંબા જેવી ધાતુના શંકર મંદીરમા રાખવાના નાગદાદાના કાપેલા ટુકડા જેનું વજન આશરે પાંચેક કીલો કી.રૂ.10,000/- કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
