કન્ટેનર, દારૂ સહિત રૂા. 77.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો : એક શખ્સની અટકાયત
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (કઈઇ) ને મોટી સફળતા મળી છે. વીરપુર પાસે આવેલ પીઠડીયા ગામ પાસે પોલીસે એક ક્ધટેનરને આંતરીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી કઈઇ પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક ક્ધટેનર (નંબર ગક-01-અઇ-5683) માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને રાજકોટથી જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો છે તેવી જાણ મળી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે વીરપુર પાસેના પીઠડીયા ગામ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ક્ધટેનરને અટકાવ્યું હતું અને આ રોકેલ વાહનની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 14,184 નંગ જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થાને છુપાવવા માટે ટ્રોલી બેગના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કામગીરીમાં ક્ધટેનર ચાલક ધોલારામ લુંભારામ બિશ્નોઈ (રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પોલીસે આ દરોડા દરમિયાન વિદેશી દારૂ અને બિયર (કિંમત રૂા.57,19,680), ટાટા ક્ધટેનર ટ્રક (કિંમત રૂા.20,00,000), મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ: રૂા. 77,71,380નો મુદામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરીમાં કઈઇના પીએસઆઈ એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી. ભીમાણી અને સમગ્ર સ્ટાફ જોડાયેલ હતો. વિરપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અને આ બાબતમાં સંડોવાયેલ વ્યક્તિઓના નામ અને તેમને ઝડપી લેવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી ચક્ર ગતિમાન કર્યા છે.
