આગામી મહાશિવરાત્રીના પવિત્ર તહેવારને અનુલક્ષીને જૂનાગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

એ.એસ.પી. 1, ડીવાયએસપી. 9, પીઆઇ. 38, પીએસઆઈ. 135, એસઆરપી. 2 કંપની, કયુક રિસ્પોન્સ ટીમ 6, અને બીડીડીએસ.ની 4 ટીમને ફરજ સોંપવામાં આવી

સમગ્ર ભવનાથ-ગિરનાર પર્વત વિસ્તારને 570 જેટલા હાઈ રિજ્યુલેશન સી.સી.ટી.વી. કેમેરા તથા ડ્રોન કેમેરાથી સુરક્ષીત કરવામાં આવ્યા

જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીના ભવનાથ વિસ્તારમાં તા.11/02/2026 થી તા.15/02/2026 સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળાને ભવ્ય રીતે ઉજવવાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે આ મેળામાં અંદાજીત 20 થી 25 લાખ જેટલી મોટી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જેને ધ્યાને લઈ શ્રઘ્ધાળુની સુરક્ષા, ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર જૂનાગઢ પોલીસ દ્વારા એરાઉન્ડ ધી કલોક, સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જુનાગઢ એસપી. સુબોધ ઓડેદરા એ આપેલી માહિતી મુજબ, ભવનાથના શિવરાત્રી મેળાને લઈને ભવનાથ શ્રેત્ર તથા શહેરના વિવિધ વિસ્તાર માટે શ્રધ્ધાળુની સુરક્ષા, ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર એ.એસ.પી. 1, ડીવાયએસપી. 9, પીઆઇ. 38, પીએસઆઈ. 135, પોલીસ 1582, ટ્રાફિક પોલીસ 125, એસઆરપી. 2 કંપની, હોમ ગાર્ડ 600, જીઆરડી. 651, કયુક રિસ્પોન્સ ટીમ 6 ટીમ, અને બીડીડીએસ.ની 4 ટીમને ફરજ સોંપવામાં આવી છે, આ સાથે બંદોબસ્તમાં 783 સ્વયંસેવકો જુદી જુદી સંસ્થાઓ ખાતેથી સેવા આપવા જોડાવેલ છે.
આ મહાશિવરાત્રી મેળોનો બંદોબસ્ત કુલ 5 ઝોનમાં વહેચવામાં આવેલ છે. જેમાં દામોદરકુંડ ઝોન, રૂપાયતન ઝોન, ભવનાથ ઝોન, ગિરનાર ઝોન અને સીટી ઝોન. જે તમામ ઝોનમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવનાર છે.
મહાશિવરાત્રી મેળોના બંદોબસ્ત માટે કુલ 35 – રાવટી, 8-વોચ ટાવર, 14 5બ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફીક વ્યવસ્થા સારૂ 10 નાની, મોટી કેઈન રાખવામાં આવેલ છે. રામગ્ર ભવનાથ-ગિરનાર પર્વત વિસ્તારને 570 જેટલા હાઈ રિજ્યુલેશન સી.સી.ટી.વી. કેમેરા તથા ડ્રોન કેમેરાથી સુરક્ષીત કરવામાં આવેલ છે. જેનો કમાન્ડ કંટ્રોલરૂમ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ છે. મેળામાં આવનાર મહિલા, બાળકો અને વૃધ્ધોની મદદ કરવા તથા સુરક્ષા સુનિચ્છીત કરવા માટે સી ટીમની રચના કરવામાં આવેલ છે.
આ મેળામાં લાખોની સંખ્યામાં આવનાર શ્રધ્ધાળુઓની ભીડનો ફાયદો લઈ કેટલાંક અસામાજીક તત્વો, ખીસ્સા કાતરૂઓ, ચીલ ઝડપ કરનારાઓ અને નાના મોટા ચોરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને આવા બનાવો બનતાં અટકાવવા સારૂ કુલ 5 જેટલી સર્વેલન્સ ટીમો બનાવવામા આવેલ છે.
આ સાથે બંદોબસ્તમાં આવનાર શ્રધ્ધાળુઓની સુરક્ષા સારુ તેમજ લોકોને મોટા વાહનોથી અગવડતા ન પડે તથા આ મોટા વાહનોથી ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે સારૂ અનિવાર્ય સંજોગો સિવાયના પોલીસ અધિકારીઓને બાઈક દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ