નોકરીની લાલચે હરિયાણાના બે યુવાનોને બંધક બનાવી 60 લાખની ખંડણી માંગવામાં આવેલી
એક લાખ રૂપિયાની કોમ્પ્યુટર ઓપરેટરની નોકરીની લાલચ આપી બે ભારતીય યુવાનોને બંધક બનાવી રુા.60 લાખની ખંડણી માંગનારની ચૂંગાલમાંથી એક ગુજરાતી વેપારીએ થાઇલેન્ડ પોલીસની મદદથી આ યુવાનોને બચાવ્યા હતાં. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમંર્હત યુવક પરાગે માતાને વીડિયો કોલ કરી માતા પાસેથી 60 લાખ માગ્યા હતા. આથી 6 ફેબ્રુઆરી-2026ના હરિયાણાના લોકલ પોલીસ સ્ટેશનમાંથી કોઇએ પરાગની માતાને થાઇલેન્ડમાં રહેતા તુષાર પટેલનો સંપર્ક કરવાનું કહ્યું હતું. તુષાર પટેલ ઇન્ડિયન એસોસીએટ્સ ઇન પતાયાના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ થાઇલેન્ડમાં સોશ્યલ વર્કમાં એક્ટિવ છે. કોઇને જરુર પડે તો મદદરુપ થાય છે. પરાગની માતાએ પોતાના દીકરાનું અપહરણ થયાની અને ખંડણીખોરો 60 લાખની માંગણી કરતા હોવાની તુષાર પટેલને વાત કરી હતી. તુષાર પટેલે આ મામલે લોકલ ઓથોરિટીને જાણ કરી, પોલીસને જાણ કરી હતી. તુષાર પટેલે જણાવ્યું હતું કે થાઇલેન્ડ પોલીસે અપહરણકારોએ જે ફલેટમાં બે ભારતીયોને બંધક બનાવ્યા હતા ત્યાં રેડ પાડી હતી. રૂમ સર્વિસના નામે ડોરબેલ વગાડતા દરવાજો ખુલતા થાઇલેન્ડ પોલીસે અંદર ઘુસી ચાર કિડનેપરોને દબોચી લીધા હતા અને બે ભારતીય યુવાનોને છોડાવ્યા હતા.
