રાજીનામાંની અટકળો વચ્ચે PM સ્ટાર્મરનું મોટું નિવેદૃન એપસ્ટિન ફાઈલ્સના કારણે યુકેના રાજકારણમાં ભૂકંપ

આ વિવાદૃ વોિંશગ્ટનમાં બ્રિટિશ એમ્બેસેડર તરીકે પીટર મેન્ડલસનની નિમણૂકને લઈને શરૂ થયો છે

બ્રિટનના રાજકારણમાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મર કુખ્યાત ગુનેગાર જેફરી એપ્સ્ટિન સાથે જોડાયેલા વિવાદૃને કારણે ચોતરફથી દૃબાણમાં છે. આ વિવાદૃ વોિંશગ્ટનમાં બ્રિટિશ એમ્બેસેડર તરીકે પીટર મેન્ડલસનની નિમણૂકને લઈને શરૂ થયો છે, કારણ કે મેન્ડલસનના એપ્સ્ટિન સાથેના સંબંધોના દૃસ્તાવેજો સામે આવ્યા છે. આ મામલે સ્ટાર્મરે પહેલા માફી માંગી હતી અને સાંસદૃો પાસે કાર્યકાળ પૂરો કરવા માટે સમર્થન માંગ્યું હતું, પરંતુ હવે તેમના સૂર બદૃલાયા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે તેઓ વડાપ્રધાન પદૃ પરથી રાજીનામું નહીં આપે અને છેલ્લા શ્ર્વાસ સુધી આ વિવાદૃ સામે લડત આપશે.જોકે, લેબર પાર્ટીની અંદૃરથી જ સ્ટાર્મર સામે બળવો ફાટી નીકળ્યો છે. અનેક સાંસદૃો અને સ્કોટલેન્ડમાં પાર્ટીના નેતા એનાસ સરવરે પણ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી છે. વિરોધ પક્ષો પણ કહી રહૃાા છે કે સ્ટાર્મરના ખોટા નિર્ણયોને કારણે દૃેશની સાખને નુકસાન થયું છે. આ દૃબાણ વચ્ચે સ્ટાર્મરે બંધ બારણે બેઠક યોજી હતી, જેમાં તેમણે આક્રમક રીતે કહૃાું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં મેન્ડેટથી પાછળ હટશે નહીં. આ બેઠક બાદૃ ડેપ્યુટી પીએમ ડેવિડ લેમી અને વિદૃેશ મંત્રી યવેટ કૂપર જેવા મોટા નેતાઓએ જાહેરમાં સ્ટાર્મરને ટેકો જાહેર કર્યો છે. બીજી તરફ, આ વિવાદૃની ગંભીરતાને જોતા પોલીસ હવે પીટર મેન્ડલસન વિરુદ્ધ જાહેર પદૃના દૃુરુપયોગના શંકાસ્પદૃ આરોપો હેઠળ તપાસ કરી રહી છે. વડાપ્રધાનના નજીકના સાથી અને ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ પહેલેથી જ આ નિમણૂકની જવાબદૃારી સ્વીકારીને રાજીનામું આપી દૃીધું છે.

રિલેટેડ ન્યૂઝ