ગૌરવ ગોગોઇ સહિત ૩ નેતાઓ પર ૫૦૦ કરોડનો માનહાનિ કેસ દૃાખલ

મુખ્યમંત્રી હિમંતાનું મોટું પગલુ

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસના નેતાઓ પર મોટો કાનૂની હુમલો કર્યો છે જેમાં તેમણે ૫૦૦ કરોડનો માનહાનિનો દૃાવો દૃાખલ કર્યો છે.
મુખ્યમંત્રીએ આ કેસ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જિતેન્દ્ર િંસહ, ભૂપેશ બઘેલ અને આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈ સામે દૃાખલ કર્યો છે.
સરમાનો આરોપ છે કે આ નેતાઓએ જમીન સંબંધિત મામલામાં તેમની સામે ખોટા અને દ્વેષપૂર્ણ આરોપો લગાવ્યા છે.
ગયા અઠવાડિયે ગૌરવ ગોગોઈએ દૃાવો કર્યો હતો કે કોંગ્રેસની તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને તેમના પરિવારના સભ્યોએ રાજ્યભરમાં આશરે ૧૨,૦૦૦ વીઘા જમીન પર અતિક્રમણ કર્યું છે. આ આરોપથી આસામમાં રાજકીય ખળભળાટ મચી ગયો.
ગોગોઈના આરોપોના થોડા કલાકો પછી, મુખ્યમંત્રી શર્માએ સ્પષ્ટ કર્યું કે તેઓ પુરાવા વિના લગાવવામાં આવેલા આરોપો સામે માનહાનિનો દૃાવો દૃાખલ કરશે. ત્યારબાદૃ મંગળવારે, તેમણે કોર્ટમાં ૫૦૦ કરોડના નુકસાનની માંગણી માટે દૃાવો દૃાખલ કર્યો. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને કહૃાું કે આજે મેં કોંગ્રેસના નેતાઓ જિતેન્દ્ર િંસહ, ભૂપેશ બઘેલ અને ગૌરવ ગોગોઈ સામે ૫૦૦ કરોડના નુકસાનની માંગણી કરતો માનહાનિનો કેસ દૃાખલ કર્યો છે. આ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મારા વિરુદ્ધ ખોટા, દ્વેષપૂર્ણ અને બદૃનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા.
સરમાએ અગાઉ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહૃાું હતું કે તેઓ ગાંધી પરિવારના ગુલામો દ્વારા કરવામાં આવતા પ્રચાર, બદૃનક્ષીના પ્રયાસો અથવા રાજકીય નાટકથી ડરશે નહીં. તેમણે એમ પણ કહૃાું હતું કે હિટ-એન્ડ-રન રાજકારણનો યુગ સમાપ્ત થઈ ગયો છે. જો તેમની પાસે કોઈ િંહમત કે પુરાવા હોય, તો તેમણે તેને કોર્ટમાં રજૂ કરવા જોઈએ.
આસામના રાજકારણમાં હિમંતા સરમા અને ગૌરવ ગોગોઈ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ગૌરવ ગોગોઈ અને તેમની બ્રિટિશ પત્ની, એલિઝાબેથ કોલબર્ન, પાકિસ્તાની નાગરિક અલી તૌકીર શેખ સાથે ગાઢ સંબંધો ધરાવે છે, અને ભય વ્યક્ત કર્યો હતો કે આનાથી સંવેદૃનશીલ માહિતી પાકિસ્તાનને લીક થઈ શકે છે.
જોકે કોંગ્રેસે આ આરોપોનો જવાબ આપતા કહૃાું કે મુખ્યમંત્રી પાસે તેમના દૃાવાઓને સમર્થન આપવા માટે કોઈ દૃસ્તાવેજી પુરાવા નથી અને તેમણે પોતાની સમજશક્તિ ગુમાવી દૃીધી છે.

રિલેટેડ ન્યૂઝ