લોકસભા સ્પીકર સામે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો

અવિશ્ર્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી ઓમ બિરલા લોકસભામાં હાજરી નહીં આપ્ો

સંસદૃની કામકાજ સમિતિ આખરી નિર્ણય લેશે:સ્પીકરનું પક્ષપાતી વલણ હોવાનો આક્ષેપ:કિરેન રિજ્જુએ કહૃાું અમારા સાંસદૃોન્ો અમે રોક્યા ન હોત તો હાલત ઘણી બગડી હોત: ભાજપની મહિલા સાંસદૃો વિપક્ષના વર્તન સામે નારાજ

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ વિપક્ષના અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા અને નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. જોકે સંસદૃીય નિયમો હેઠળ આવી કોઈ જવાબદૃારી નથી, ઓમ બિરલાએ ગૃહમાં હાજરી આપવાનું ટાળવાનો નિર્ણય લીધો છે.
એજન્સીના જણાવ્યા અનુસાર વિપક્ષના પ્રસ્તાવમાં આગામી ૯ માર્ચે ગ્ાૃહમાં ચર્ચા હાથ ધરાય ત્ોવી ધારણા છે. ૧૩મી ફેબ્રુઆરીએ બજેટ સત્રના પ્રથમ તબક્કાનો છેલ્લો દિૃવસ છે. આ પછી ૮મી માર્ચે બંન્ો સત્રનો બીજા તબક્કાની કામગીરી શરૂ થશે
સૂત્રોના અનુસાર, ઓમ બિરલાએ મહાસચિવને નિર્દૃેશ આપ્યો છે કે, તેઓ આ નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે. કોંગ્રેસ સાંસદૃ સુરેશ, ગૌરવ ગોગોઈ અને મોહમ્મદૃ જાવેદૃે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર િંસહને આ અવિશ્ર્વાસ પ્રસ્તાવ સોંપ્યો જેના પર ૧૧૮ સાંસદૃોએ હસ્તાક્ષર કર્યા હતા. લોકસભાની કાર્યવાહીના સંચાલનમાં પક્ષપાતપૂર્ણ રીતે આરોપ લગાવતા બંધારણની કલમ ૯૪(ઝ્ર) હેઠળ પ્રસ્તાવ રજૂ કરાયો છે.
સંસદૃના નિયમો મુજબ, સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદૃોનું સમર્થન જરૂરી હોય છે અને નોટિસ આપ્યાના ૧૪ દિૃવસ બાદૃ તેના પર ચર્ચા હાથ ધરવામાં આવે છે. જ્યારે આ પ્રસ્તાવ વિચારાધીન હોય, ત્યારે સ્પીકર પોતે ગૃહનું સંચાલન કરી શકતા નથી.

પ્રસ્તાવ પર વિપક્ષી ૧૧૮ સાંસદૃોની સહી: ૯મી માર્ચે ચર્ચા થઈ શકે છે

જો કે સીઈસી સામે મહાભિયોગની તૈયારી કરી રહેલા તૃણમુલ કોંગ્રેસ પક્ષે આ મુદે વિચારણા કરવા તમને સાત દિવસનો સમય જરૂરી છે તેવુ જણાવતા કોંગ્રેસ અને અન્ય વિપક્ષના 118 સભ્યોની સહીથી લોકસભા સચીવાલયને આ દરખાસ્ત સુપ્રત થઈ
સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ દાવો કર્યો છે કે એ દિવસે વિપક્ષી સાંસદોનો વ્યવહાર બેહદ આક્રમક હતો અને તેમણે પોતાના સાંસદોને નિયંત્રિત કરવા પડ્યા હતા. જો અમે ભાજપના સાંસદોને ન રોક્યા હોત તો હાલત ઘણી ખરાબ થઇ શકતી હતી

ભાજપના મહિલા સાંસદૃોએ આ મામલે સખત નારાજગી વ્યક્ત કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખીને વિપક્ષી સાંસદૃો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પત્રમાં ૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગૃહમાં બનેલી ઘટનાઓને ’લોકતાંત્રિક ઈતિહાસની સૌથી કાળી ક્ષણ’ ગણાવવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવશે મમતા બ્ોનરજી

નવી દિલ્હી: પ.બંગાળમાં ‘સર’ મુદે ચુંટણીપંચ અને રાજય સરકારની સતત ચાલી આવતી ટકકરમાં છેક સુપ્રીમ કોર્ટમાં દલીલો કરીને આવ્યા બાદ હવે મમતા બેનરજીએ મુખ્ય ચુંટણી કમિશ્ર્નર જ્ઞાનેજાકુમાર સામે સંસદમાં ઈમ્પીચમેન્ટની (મહાભીયોગ) દરખાસ્ત લઈ આવવાની તૈયારી કરી છે. આ અંગે તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને પક્ષના નંબર ટુ ગણાતા નેતા અભિષેક બેનરજીએ જણાવ્યું કે અમોએ આ અંગે સમાન વિચાર ધરાવતા પક્ષો સાથે વાતચીત કરી છે અને હવે પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છીએ. જો તેમાં અક્ષય અને ભેદભાવ રીતે વર્તાતો અમારી પાસે આ છેલ્લો રસ્તો છે.
અમારા પક્ષના અધ્યક્ષે નિર્ણય લીધો છે કે અમો મુખ્ય ચુંટણી કમિશ્ર્નર સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવીશું. આમ હવે મમતાએ સીધા મુખ્ય ચુંટણી કમિશ્ર્નરને નિશાન બનાવ્યા છે.

ભૂતપ્ાૂર્વ આર્મી ચીફ નરવણેએ કહૃાુ, ‘આ હાલની સ્થિતિ છે

પ્રકાશક પ્ોંગ્વિન ઇન્ડિયાના નિવેદૃનન્ો ટાંકતા

ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદૃ નરવણેએ તેમના અપ્રકાશિત પુસ્તક અંગે પોતાનું પહેલું નિવેદૃન બહાર પાડ્યું છે. પુસ્તકના પ્રકાશક, પેંગ્વિન ઇન્ડિયાના નિવેદૃનને ટાંકીને તેમણે લખ્યું, ” આ પુસ્તકની વર્તમાન સ્થિતિ છે .”પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ ગઈકાલે એક સ્પષ્ટતા જારી કરીને કહૃાું હતું કે જનરલ નરવણેની આત્મકથા ’ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ પ્રકાશિત કરવાના તમામ અધિકારો તેમની પાસે છે અને આ પુસ્તક હજુ સુધી કોઈપણ સ્વરૂપમાં પ્રકાશિત થયું નથી.
વધુમાં, પ્રકાશકે આજે એક નવું નિવેદૃન બહાર પાડ્યું. “પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયામાં પુસ્તક પ્રકાશન આ રીતે કાર્ય કરે છે. જાહેરાત કરાયેલ પુસ્તક, પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ પુસ્તક અને પ્રકાશિત પુસ્તક અલગ અલગ બાબતો છે,” પેંગ્વિનએ ઠ પર એક નિવેદૃનમાં લખ્યું.

રિલેટેડ ન્યૂઝ