14 વર્ષથી ઇમ્પોર્ટ-એક્પોર્ટ-ટ્રેનિંગ ક્ષેત્રે કાર્યરત લાઇમ ઇન્સ્ટીટ્યુટમાં ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશથી પણ લોકો તાલીમ મેળવવા આવે છે
ભારતના ઉદ્યોગોમાં ઇમ્પોર્ટ-એક્પોર્ટ ઉદ્યોગ એક શક્તિશાળી આધારસ્તંભ છે જે વાર્ષિક આશરે 770 બિલિયનનો વેપાર કરે છે. કાપડથી લઈને મશીનરી, ફાર્માસ્યુટિકલ્સથી લઈને એન્જિનિયરિંગ માલ સુધી ભારતીય વ્યવસાયો વિશ્વભરમાં પોતાની હાજરી સ્થાપિત કરી રહ્યા છે. 13% ના વાર્ષિક વિકાસ દર સાથે ભારત આંતરરાષ્ટ્રીય વેપારમાં સતત પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે ત્યારે ઇમ્પોર્ટ-એક્પોર્ટ કઇ રીતે શરૂ કરવું તેનાથી લઇ ભારતીય યુવાનો સ્વનિર્ભર બની ઇમ્પોર્ટ-એક્પોર્ટ ઉદ્યોગ કરતા થાય તેના માટે રાજકોટ ખાતે ‘લાઇમ ઇન્સ્ટીટ્યુટ’ કાર્યરત છે જે ઇમ્પોર્ટ-એક્પોર્ટ ઉદ્યોગમાં ખરીદનારનું લીસ્ટ, માર્કેટ રીસર્ચ અને ગ્રોથવાઇઝ પ્રોડક્ટ લિસ્ટ વિનામુલ્યે આપતી ભારતી એકમાત્ર ઇન્સ્ટીટ્યુટ બની છે.
આ અંગે લાઇમ ઇન્સ્ટીટ્યુટના અલ્પેશભાઇ પટેલ અને કેતનભાઇ પટેલએ જણાવ્યું હતું કે, લાઇમ એકમાત્ર સંસ્થા છે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ જેવી પ્રોફેશનલ કોર્ષ સર્ટિફિકેશન અને વોકેશનલમાં તાલીમ પૂરી પાડે છે. લાઇમ ઇન્સ્ટીટ્યુટે ગુજરાત અને ભારતમાં 4000 થી વધુ બિઝનેસ પ્રોફેશનલ્સને તાલીમ આપી છે.
