ટાટા AIAએ એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા જીવનની સુરક્ષા સાથે સંપત્તિ નિર્માણનો સ્માર્ટ રસ્તો

ભારતીય અર્થવ્યવસ્થા તેની ઝડપી ગતિ જાળવીને આગળ વધી રહી છે, ત્યારે રોકાણકારો શિસ્તબદ્ધ વ્યૂહરચનાઓ દ્વારા લાંબા ગાળાના સંપત્તિ સર્જનના માર્ગો ચકાસી રહ્યા છે. સ્થાનિક ઇક્વિટીમાં ભાગીદારી રેકોર્ડ સ્તરે છે અને ઘરેલુ બચત પરંપરાગત એસેટ્સમાંથી બજાર સાથે જોડાયેલા રોકાણ સાધનો તરફ વળી રહી છે ત્યારે, ઇન્ડેક્સ-આધારિત રોકાણ લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા માટે પસંદગીનો માર્ગ બનીને ઉભર્યું છે.આ પરિવર્તનને ધ્યાનમાં રાખીને, ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક, ટાટા અઈંઅ લાઇફ ઇન્સ્યોરન્સ (ઝફફિં અઈંઅ) એ, મૂલ્ય આધારિત રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે નવા ફંડ લોન્ચ કર્યા છે. આ સ્ટ્રેટેજી એવી કંપનીઓની ઓળખ પર ધ્યાન આપે છે જેમનું વર્તમાન મૂલ્ય તેમની વૃદ્ધિની સંભવિતતાને પૂર્ણપણે પ્રતિબિંબિત કરતું નથી. મુખ્ય નાણાકીય પરિમાણોનો ઉપયોગ કરીને પસંદ કરાયેલી 50 લાર્જ, મિડ અને સ્મોલ-કેપ કંપનીઓના ઇન્ડેક્સને ટ્રેક કરીને, આ ફંડ્સ રોકાણકારોને ભાવિ સંભવિત લીડર કંપનીઓની વૃદ્ધિમાં ભાગ લેવામાં મદદ કરવાની સાથે સાથે જ જીવન વીમાનું સુરક્ષા કવચ પણ પૂરું પાડે છે.
આ ફંડના લોન્ચિંગ પ્રસંગે ટાટા અઈંઅ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પાટીલે જણાવ્યું હતું કે, ઇક્વિટી માર્કેટ સમયની સાથે ધીરજ અને શિસ્તનું વળતર આપે છે. ઘણાં રોકાણકારો શેરની પસંદગી કરવામાં અથવા માર્કેટના ટાઈમિંગને લઈને સંઘર્ષ કરતા હોય છે. અમારી એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ વ્યૂહરચના વ્યવસ્થિત અને ફંડામેન્ટલ્સ આધારિત અભિગમ દ્વારા તેને સરળ બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ