વોર્ડ નં. ર અને પમાં કામગીરી હાથ ધરાઇ
વેરાવળ શહેરમાં વોર્ડ નં. 2 તથા 5 માં આંગણવાડી, પેવર બ્લોક સહીતની કામગીરી માટે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવી તેનું ખાતમુર્હત કરવામાં આવેલ છે.
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ મત વિસ્તારમાં શહેરમાં આંગણવાડી અને રોડ રસ્તાઓ ખરાબ પરિસ્થિતિ અને લોકોને પડતી મુશ્કેલીઓ ને ધ્યાને લઈ વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જેમાં (1) નગરપાલિકા ના વોર્ડ નં.2 માં આવેલ જનતા સોસાયટીમાં હનુમાન મંદિરની બાજુમાં આંગણવાડીનું કામ (2) શાંતિનગરમાં આવેલ મંગલમ સોસાયટીમાં સાર્વજનિક ખુલ્લી જગ્યામાં રેનબસેરા નું કામ (3) વોર્ડ નં. 5 માં આવેલ ભાલકા હાઉસિંગ સોસાયટી ગરીબ ચોકમાં આવેલ બ્લોક નં.2 થી બ્લોક નં.24 સુધીના ચોકમાં પેવર બ્લોકના કામો ની ગ્રાન્ટ ફાળવેલ જે મંજૂર થતાં ખાર્તમુહૂર્ત કરવામાં આવેલ છે. આ તકે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવેલ કે, લોકો ને પડતી મુશ્કેલીઓ ને ધ્યાને લઇ ધારાસભ્ય ગ્રાન્ટ માંથી વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવેલ તેને મંજૂરી મળતા રોડ રસ્તાનું ખાર્તમુહૂર્ત કરવામાં આવેલ છે. આ પ્રસંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સાથે શહેર પ્રમુખ દીપકભાઈ ખોરાબા, તાલુકા પ્રમુખ હિરેનભાઇ બામરોટીયા, વજુભાઈ ડોડીયા, રમેશભાઈ રાઠોડ, દિનેશભાઇ વાજા, વજુભાઈ ગઢીયા, ભાવેશ બાપુ, સાજીદભાઈ સુમરા, નરેશભાઈ ચાવડા, નરશીભાઈ ગઢીયા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ તથા લોકો જોડાયા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
