વર્લ્ડ કેન્સર ડેના પ્રસંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગાંધીધામ દ્વારા ‘સ્ટર્લિંગ કેન્સર ચેમ્પિયન્સ’ પેશન્ટ સપોર્ટ ગ્રુપની શરૂઆત

વર્લ્ડ કેન્સર ડેના પ્રસંગે, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ નેટવર્ક હેઠળની સ્ટર્લિંગ રામ કૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામ દ્વારા આજે ‘સ્ટર્લિંગ કેન્સર ચેમ્પિયન્સ – હોપ ઓફ લાઇફ’નામના ખાસ પેશન્ટ સપોર્ટ ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોને ભાવનાત્મક મજબૂતી, પરસ્પર જોડાણ અને સારવારથી આગળ વધીને સર્વાંગી કાળજી પૂરી પાડવાનો છે.
હોસ્પિટલના ટ્રેનિંગ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. નિકુંજ ચૌહાણ (સર્જિકલ ઓન્કોલોજિસ્ટ), ડો. મોહિત મોદી (મેડિકલ ઓન્કોલોજિસ્ટ) અને ડો. સૌરભ માંકણા (રેડિયેશન ઓન્કોલોજિસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દર્દીઓ, તેમના સંભાળ રાખનાર પરિવારજનો, ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ એકસાથે જોડાયા હતા, જેના પગલે સમગ્ર વાતાવરણ આશા અને હકારાત્મકતાભર્યુ બન્યું હતું.
આ પેશન્ટ સપોર્ટ ગ્રુપને ખાસ કરીને એવા સુરક્ષિત અને સહાયક મંચ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં દર્દીઓ અને તેમના પરિવારજનો નિર્ભય રીતે પોતાની લાગણીઓ અને અનુભવો શેર કરી શકે અને સમાન સ્થિતિમાંથી પસાર થતા અન્ય લોકો સાથે જોડાઈ શકે.

રિલેટેડ ન્યૂઝ