ગઢડા(સ્વામીના) શહેરમાં માણેકચોક જેવા ધમધમતા વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો રૂપિયા ભરેલું પાકીટ લઈ જતા વેપારી આલમમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર શહેરના માણેકચોક વિસ્તારમાં આર.કે. જોષી નામથી ચાલતી પ્રોવિઝન સ્ટોરની દુકાનના સંચાલક રસિકભાઈ દિનકરરાય જોષી દુકાને હતા તે દરમિયાન બે શખ્સો અલગ અલગ રીતે ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ ગ્રાહકે ચા ની ભૂકી ખરીદી પાંચસો રૂપિયાની નોટ આપતા વધેલા રૂપિયા પરત કરવા વેપારીએ રૂપિયા ભરેલું પાકીટ કાઢ્યું હતું. પરંતુ તુરંતજ બીજો શખ્સ મીઠાની થેલી લેવા આવી જલ્દી આપો તેમ કહી ઉતાવળ કરાવી હતી. જેના પગલે વેપારી પાકીટ કાઉન્ટર પાસે મૂકી અંદરના ભાગે મીઠું લેવા જતા અન્ય ગઠિયાએ પાછળ જઈને નજર ચૂકવી કાઉન્ટર પાસેથી પચ્ચીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈને કળા કરી લીધી હતી. આ ચોરીના પગલે પોલીસને જાણ કરતા તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ગઢિયાશેરી પાસેથી ખાલી પાકીટ મળી આવ્યું હતું. કમનસીબે શહેરની બજારમાં કોઈ સીસીટીવી નહીં લાગેલા હોવાથી ફૂટેજ અને પગેરું મેળવવું મુશ્કેલ બન્યું હતું. આ ચોરીની ઘટનાના પગલે વેપારી એસોસિએશન પ્રમુખ જયદીપભાઈએ ઘટના સ્થળે પહોંચી પોલીસ ફરિયાદ અને તપાસ કાર્યવાહી માટે સાથે જઈ સહકાર આપ્યો હતો. તેમજ શહેરની સલામતી અને ગુન્હાખોરી ઉપર અંકુશ રાખવા માટે તંત્ર તરફથી સીસીટીવી લગાવવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ બાજુની દુકાનેથી નજર ચૂકવીને રૂપિયા ભરેલું પાકીટ ચોરાયાની ઘટના બની હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનાના જરગલીમાં ખેતરમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું
SOGએ ખેડૂતની અટકાયત કરી, પાંચ દિવસમાં બીજી મોટી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનાજરગલી ગામની... -
અમરેલી પાલિકા દ્વારા એક અઠવાડીયા પહેલા બનેલ માર્ગમાં ઠેકઠેકાણે તિરાડો પડી જતા લોકામાં રોષ
વિપક્ષી નગરસેવિકાએ ચીફ ઓફિસરને ધગધગતી રજૂઆત કરી અમરેલી સહિત ઠેકઠેકાણેથી માર્ગો, મકાનો કે પુલો બનાવવામાં થતી... -
વાતાવરણમાં ફરી બદલાવ, સવારે ઝાકળ વર્ષા, બપોરે અસહ્ય બફારો
રાજકોટ સહિત રાજયભરમાં ગાઢ ધુમ્મસનું આવરણ, લોકોએ સવારે ઠંડીનો અહેસાસ કર્યો: પવનની ગતિમાં વધારો હાલમાં જ...
