ઉના ઝોનમાં બોર્ડના છાત્રો માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

આગામી દિવસોમાં બોર્ડ ની પરીક્ષાઓ થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધમધમશે.આ પરીક્ષા ધો.દસ અને બાર ના બાળકો ડર,ગભરાટ કે સંકોચ વગર આપી શકે તે માટે પરીક્ષા સંકુલ નો સ્ટાફ બાળકો ને કેવી રીતે મદદ રૂપ થઈ શકે તેની માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ 2026 ના જજઈ અને ઇંજઈ ની પરીક્ષા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ઉના ઝોન 124 અંતર્ગત તારીખ 18 2 2026 ના રોજ સ્થળ સંચાલક અને તારીખ 21 2 2026 ના રોજ સરકારી પ્રતિનિધિની મીટીંગ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બોરીચા સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી તેમજ તારીખ 23 2 2026 ના રોજ સ્થળ સંચાલકો દ્વારા તમામ ખંડ નિરીક્ષક ને મીટીંગ પૂર્ણ કરેલ છે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી એ આગામી પરીક્ષા ને લઈને તમામ સ્થળ સંચાલકોને અને સરકારી પ્રતિનિધિને પરીક્ષા ને લગતી માહિતી આપવામાં આવી તેમજ તમામ વિદ્યાર્થી ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવા ટકોર કરી આ ઉપરાંત મિટિંગમાં ઉપસ્થિત આ જિલ્લાના ઊઈં રાજેશભાઈ ડોડીયા સાહેબ તેમજ સંજયભાઈ ડોડીયા સાહેબ એ પરીક્ષાને લગતું માર્ગદર્શન પૂરું પાડેલું હતું

રિલેટેડ ન્યૂઝ