જમીન-મકાનના ધંધાર્થીની હત્યા કરી લાશને સળગાવી દાટી દીધા બાદ ઉપર સ્લેબ ભરી દીધો

મોરબીમાં જમીનના સોદા બહાને સાત શખ્સોએ માર મારી હત્યા નીપજાવી: પોલીસે હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી

મોરબીમાં ગુમ થયેલ જમીન-મકાનના ધંધાર્થી પ્રૌઢની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.મૃતદેહને સળગાવીને બંધ કારખાનાના પટાંગણમાં દાટી તેની ઉપર સિમેન્ટનો સ્લેબ બનાવી દીધેલ હોવાનો ખુલાસો થવા પામ્યો છે. હાલ પોલીસે આજે મૃતદેહના અવશેષો છે તે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં જમીન મકાનના ધંધાર્થીની હત્યા કેસમાં ફરિયાદ નોંધાઈ છે.મૃતક તાજમહમદભાઈના પુત્ર રિયાઝે મોરબી બી ડીવીઝન પોલીસમાં સાત શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે.આરોપી બાલુભાઈ થોભણભાઈ અઘારા,જીતેશ બાલુભાઈ જાલરીયા,રમેશ અરજણભાઈ અઘારા,વિશાલ રમેશભાઈ વાઘડીયા,ભાવેશ થોભણભાઈ અઘારા,જયદીપ કાનાભાઈ સેરસીયા અને થોભણ ઘેલાભાઈ અઘારા સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં જમીનના સોદા બહાને આરોપી બાલુભાઈ એ મૃદ્તજ તાજમહમદને મોરબીના સેવાસદન લાલબાગ ખાતે બોલાવી અપહરણ કર્યું હતું અને અપહરણ કરી મોરબીના ભડિયાદ ગામ નજીક ફાર્મ હાઉસ ખાતે લઇ જઈને અન્ય આરોપી સાથે ઢોર માર મારી હત્યા કરી હતી.આરોપીઓએ હત્યા કરી મૃતદેહને પીપળી રોડ પર આવેલ શિવાય કોલ કારખાનામાં ખાડો કરી સળગાવી દઈ સિમેન્ટનું ધાબુ કરી પુરાવાનો નાશ કર્યો છે.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ગત 19 તારીખે તાજ મહમદ કરીમભાઈ ભટ્ટી નામના 47 વર્ષે પ્રૌઢ ગુમ થયા હતા અને જમીન જોવા જવાનું કહીને ઘરેથી નીકળેલા પ્રૌઢ લાંબા સમય સુધી પરત ન આવતા અંતે પરિવારજનો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુમશુદા નોંધ કરવામાં આવી હતી. આ બાબતની તપાસ દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આ ગુમ થયેલ પ્રૌઢની હત્યા કરી દેવામાં આવી છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરતા આ પ્રૌઢની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું અને આ હત્યા કરી તેના મૃતદેહને પીપળી રોડ પર આવેલ શિવાય કોલ લખેલ બંધ કારખાના ના પટાંગણમા ખાડો ખોદીને મૃતદેહ ને રાખી લાકડા સાથે મૂકી અને સળગાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ દાટી દીધો હતો અને બાદમાં તેની ઉપર સિમેન્ટનો સ્લેબ બનાવી દેવામાં આવ્યો હતો.હાલ પોલીસ દ્વારા મૃતદેહના અવશેષો કબજે કરવામાં આવ્યા છે અને અંદાજિત 7 થી 8 કલાકની જહેમત બાદ જેસીબી વડે આ સ્લેબ તોડવામાં આવ્યો હતો અને ખાડો ખોદી તેમાંથી મૃતદેહોનો અવશેષો છે તે કબજે કરવામાં આવ્યા હતા અને અમુક અવશેષોને એફ એસએલ રિપોર્ટ અર્થે ખસેડવામાં આવ્યા છે અને મૃતદેહનો અન્ય ભાગ છે જેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હત્યારાઓને ઝડપી લેવા.

રિલેટેડ ન્યૂઝ