બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ, પેપર સરળ નિકળતા છાત્રો ખુશખુશાલ

ધો. 10માં ગુજરાતી, ધો. 12 સાયન્સમાં ભૌતિક શાસ્ત્ર અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર લેવાયું

કુમકુમ તિલક, રાસ ગરબા અને મોઢુ મીઠુ કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું : પરીક્ષા માટે શુભેચ્છા પાઠવતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ

રાજકોટ સહિત રાજ્યભરમાં ગુરૂવારથી ધો. 10 અને ધો. 12ની ગુજરાત બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો હતો. પરિક્ષાર્થીઓનું કુમકુમ તિલક અને મોઢુ મીઠુ કરાવી આવકારવામાં આવ્યા હતાં. પ્રથમ દિવસે ધો. 10માં ભાષાનું ગુજરાતીનું પેપર અને ધો. 12માં સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર લેવાયું હતું. પેપર ટેક્સબુક આધારિત અને પ્રમાણમાં સરળ નિકળતા છાત્રો ખુશખુશાલ થઈ ગયા હતાં રાજકોટ જિલ્લામાં 80 હજાર સહિત 15.28 લાખથી વધુ છાત્રોએ પરીક્ષા આપી હતી.
પરીક્ષાના આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.10માં ગુજરાતી પેપર લેવામાં આવેલ હતું. જ્યારે બપોરના સેશનમાં 3 થી 6-30 (પ્રથમ ભાષા)નું અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયતનું કલાક દરમિયાન ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પેપર લેવામાં આવી રહ્યું છે. સવારના સેશનમાં લેવાયેલ ધો.10નું પેપર ટેક્સબુક આધારિત સરળ ન ીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ બની ગયા હતાં. રાજકોટ શહેર-જિલ્લાના 65 સહિત રાજ્યના 1700થી વધુ પરીક્ષા કેન્દ્રોના 5565 શાળાઓની બિલ્ડીંગો અને 53500થી વધુ બ્લોકમાં આ પરીક્ષા લેવાઈ રહી છે. આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા 40 નવા કેન્દ્રોનો વધારો થવા પામેલ છે. બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થ તાં જ રાજ્યભરમાં પરીક્ષા છવાઈ જવા પામેલ છે. બોર્ડ પરીક્ષાના સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે પરીક્ષામાં ચોરી અને ગેરરીતિના બનાવો પર રોક લગાવવા ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે.
પરીક્ષામાં પેપર લીક ન થાય તે માટે ડઅઝઅ એપ્લીકેશનથી ટ્રેકી ગ કરવામાં આવી રહ્યું છે. કહ શિક્ષણ બોર્ડ ” દ્વારા પરીક્ષામાં 85 હજારથી વધુ ઉચ્ચ અધિકારીઓ તૈનાત કરવામાં આવેલ છે. ધો.10ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ પ્રથમવાર આપી રહ્યા છે. અનેક આશા અરમાનો સાથે પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા.
અહીં એ ઉલ્લેખનીય છે કે દર વખતની જેમ બોર્ડની આ પરીક્ષાનું પરિણામ સમયસર પસર આપી શકાય તે માટે વિદ્યાર્થીઓની હોલ ટીકીટની સાથે જ ઉત્તરવહીઓના મૂલ્યાંકનના શિક્ષકોના ઓર્ડરો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે.
બોર્ડ પરીક્ષા સંદર્ભે રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કૂલ તેમજ રાજ્યભરમાં તમામ જિલ્લા મથકો પર ક્ધટ્રોલરૂમ ગઇકાલથી જ ધમધમતા કરી
દેવામાં આવેલ છે. જિલ્લામાં 100થી દિવ્યાંગ સહિતના વિદ્યાર્થીઓને લહીયાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થ તાં જ ફ્લાઇંગ સ્કવોર્ડએ પોતાની પોઝીશન લઇ લીધી હતી.
રાજકોટમાં આજે પરીક્ષાના પ્રથમ દિવસે આજે સવારના ન્યુએરા સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ અને શિક્ષણાધિકારી દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓનું સ્વાગત કરી મોં મીઠા કરવામાં આવેલ હતા. આવી જ રીતે મહાત્મા ગાંધી સ્કૂલ ખાતે પોલીસ કમિશ્નરએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી આવકારેલ હતાં.
જ્યારે વિરાણી હાઇસ્કૂલમાં પોલીસ અધિક્ષકે, બારદાનવાલા સ્કૂલ પર કમિશ્નર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ, વી.જે. મોદી સ્કૂલ ખાતે અધિક પોલીસ કમિશ્નર અને જી.કે. ધોળકીયા સ્કૂલ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેઓને શુભેચ્છા આપી હતી. પરીક્ષાની બિલ્ડીંગો પર પાઠય-પુસ્તકો, ગાઈડ સહિતનું સાહિત્ય શાળાઓની બિલ્ડીંગની બહાર મુકાવી દેવામાં આવેલ હતું.

રિલેટેડ ન્યૂઝ