આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફે સ્થિરતા અને લાંબા ગાળાના મૂડી સર્જન ઈચ્છતા ગ્રાહકો માટે ડિવિડન્ડ લીડર્સ 50 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યુ

આઈસીઆઈસીઆઈ પુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે તેના યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ (યુલીપ્સ) હેઠળ ડિવિડન્ડ લીડર્સ 50 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડ ગ્રાહકોને સતત ડિવિડન્ડ ચૂકવવાનો આકર્ષક ટ્રેક રેકોર્ડ ધરાવતી કંડામેન્ટલી મજબૂત કંપનીઓમાં રોકાણ મારફત લાંબાગાળા માટે મૂડીનું સર્જન કરવા સક્ષમ બનાવે છે. રોકાણ વ્યૂહરચના – સતત ડિવિડન્ડ ફાળવતી ફડામેન્ટલી મજબૂત કંપનીઓમાં રોકાણ, નિયમ આધારિત શિસ્તબદ્ધ રોકાણ અભિગમ લાંબા ગાળાની મૂડીનું સર્જન કરવા સક્ષમ બનાવે છે. વિવિધ ક્ષેત્રોમાં રોકાણ ડાયવર્સિફિકેશન સ્થિરતા પ્રદાન કરે છે
આ અંગે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિ.ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી મનિષ કુમારે જણાવ્યું હતું કે, “ડિવિડન્ડ લીડર્સ 50 ઈન્ડેક્સ ફંડ ગ્રાહકોને શિસ્તબદ્ધ અને પારદર્શક રોકાણ વ્યૂહરચના ઓફર કરે છે. જે રોકાણકારોને સતત ડિવિડન્ડ ચૂકવવાનો આકર્ષક ટ્રેક રેકોર્ડ ધરાવતી ફંડામેન્ટલી મજબૂત કંપનીઓમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ