પંચાળામાં ફાગણ સુદ પૂનમે રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવની ઉજવણી કરાશે

200 વર્ષ જૂની પરંપરા અનુસાર પંચાળામાં ફૂલડોર મહોત્સવ સાથે શાકોત્સવનું દિવ્ય આયોજન

પંચાળામાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ફાગણ સુદ પૂનમ, મંગળવાર તા. 3-3-2026ના રોજ રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એમ. કોઠારી સ્વામીશ્રી ઘનશ્યામ ચરણદાસ સ્વામી એ જણાવ્યું છે.
ઘનશ્યામ સ્વામી એમ પણ જણાવ્યું શકે. ભારતીય સંસ્કૃતિમાં વસંત ઋતુના આગમનને આવકારતા ફૂલડોર ઉત્સવની પરંપરા અનુસાર આ મહોત્સવ વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે થી અંદાજે 200 વર્ષ પૂર્વે પંચાળા પધાર્યા હતા અને અહીં 28 વખત આવી રાસ અને રંગે રમ્યા હતા તેમજ ફૂલડોર ઉત્સવ ખુબજ ધામ ધૂમ થી ઉજવ્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં બે રાસ અત્યંત મહત્વના માનવામાં આવે છે-એક ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વૃંદાવનમાં ગોપીઓ સાથે રમાયેલ મહારાસદ અને બીજો પંચાળામાં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશરે 500 સંતો. અને પરમભક્તો સાથે વિવિધ સ્વરૂપો ધારણ કરી દિવ્ય રાસ. રમ્યા હતા
આ પાવન પરંપરાને જાળવી રાખતાં આજે પણ પંચાળામાં આ ઉત્સવો ઉજવાય છે.
આ વર્ષના આયોજન મુજબ સવારે 10:00 થી 12:00 દરમિયાન રાસોત્સવ અને રંગોત્સવ યોજાશે, જેમાં હરિભક્તો ભજન-કીર્તન સાથે રાસરમણનો આનંદ માણશે. ત્યારબાદ શાકોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં ભગવાનને વિવિધ શાકભાજી અને અન્નકૂટ રૂપે ભોગ અર્પણ કરવામાં આવશે તથા મહાપ્રસાદ પણ રાખેલો છે. પંચાળા ધામ ના કોઠારી સ્વામી શ્રી ઘનશ્યામ ચરણદાસજી એ તમામ હરિભક્તોને આ પાવન ફૂલડોર ઉત્સવમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ