ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે રાજકોટના 11 સહિત સૌરાષ્ટ્રના હજારો પ્રવાસીઓ દૂબઈમાં ફસાયા

દુબઈમાં ફરવા ગયેલા રાજકોટના પરિવારે વીડિયો બનાવી કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી : ગલ્ફ દેશોની એર સ્પેસ બંધ થતાં યાત્રિકોની મુશ્કેલીમાં વધારો

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલે તા. 28 ફેબ્રુઆરીને ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક શહેરો પર હુમલા કર્યા હતાં. જેનો બદલો લેવા ઈરાને કતાર, બહેરીન, કુવૈત સહિત ગલ્ફના સાત દેશોમાં મિસાઈલથી હુમલો કર્યો હતો. ગલ્ફના સાત દેશોમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે. ઈરાનના હુમલાના પગલે ગલ્ફ દેશોની એરસ્પેસ બંધ કરી દેવાઈ છે. ત્યારે રમઝાન માસમાં મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી કરવા ગયેલા તેમજ ગલ્ફ દેશોમાં હરવા-ફરવા ગયેલા રાજકોટના 11 સહિત સૌરાષ્ટ્રના હજારો પ્રવાસીઓ દુબઈમાં ફસાયા છે. રાજકોટના કૌશલે વીડિયો બનાવી સોશિયલ મીડિયા મારફતે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે.
ઈઝરાયેલ ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાને ગલ્ફ દેશોમાં કરેલા મિસાઈલ હુમલા બાદ ગલ્ફ દેશોની એરસ્પેસ બંધ કરી દેવાઈ છે.
રાજકોટમાં રહેતો 10 સભ્યોનો પરિવાર દૂબઈ ફરવા માટે ગયો હતો. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે એરસ્પેસ બંધ થતાં રાજકોટના 10 સભ્યોનો પરિવાર દુબઈમાં ફસાઈ ગયો છે. કૌશલ નામના યુવાને વીડિયોમાં જણાવ્યું છે કે, દુબઈમાં બધા સુરક્ષિત છે, સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ ભારતની ફ્લાઈટ રદ થતાં અમે લોકો અહીંયાફસાયા છીએ. ફ્લાઈટ રદ થતાં રાજકોટ રહેતા પરિવારજનોમાં ચિંતાતુર બન્યા છે. કૌશલે ભારત સરકારને અપીલ કરી છે કે, ફ્લાઈટની તાત્કાલીક વ્યવસ્થા કરો અને જલ્દી વતનમાં લઈ જાઓ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ યાત્રિકોની સુરક્ષા મુદ્દે ચર્ચા જાગી છે.
દુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત પર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરી. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઈન્ડિગોએ અલ્માટી, બાકુ, તાશ્કંદ, ત્બિલિસીની ફ્લાઈટ્સ રદ કરી છે. આ સસ્પેન્શન 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે.
રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હુમલા ચાલુ છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે. આ દરમિયાન પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી માટે ગયેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રાળુઓ હાલમાં યુદ્ધની ગંભીર સ્થિતિને કારણે ચિંતામાં મુકાયા છે. હાલમાં ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજર છે, જેઓ યુદ્ધના કારણે સર્જાયેલા તણાવ અને મુસાફરીમાં આવતા અવરોધોને પગલે પોતાના વતનમાં રહેલા પરિવારજનો માટે પણ ચિંતિત છે.
અહીંયા સંપર્ક સાધવા તંત્રની અપીલ
હાલમાં ચાલી રહેલ ઇરાન-ઇઝરાયેલ યુધ્ધના કારણે ખાડી દેશોમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાયેલ છે. જેના અનુસંધાને ખાડી દેશોમાં રાજકોટ જિલ્લાના કોઈ નાગરિક ફસાયા હોય અને મદદની જરૂરીયાત હોય તો તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટ દ્વારા નીચેની વિગતે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. જેના પર સંપર્ક કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. હેલ્પ લાઈન નંબર :- 1) 0281-2471573 2) 0281-2410100 ઇઝરાયલમાં તાત્કાલિક પરિસ્થિતિ માંટે હેલ્પલાઇન નંબર +972-54-7520711 અને +972-54-2428378 તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસના +989128109115, +989128109109, +989128109102 અને +989932179359. અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસનો ટોલ-ફ્રી નંબર 800-46342 છે, વોટ્સએપ નંબર +971543090571 પર સંપર્ક સાધવા અપીલ કરી છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે 24સ7 તાત્કાલિક હેલ્પલાઇન નંબર 00-966-11-4884697, 00-966-542126748 (માત્ર વોટ્સએપ) અને ટોલ-ફ્રી નંબર 800 247 1234 જાહેર કર્યા છે. ડમાસ્કસ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક +963-993385973 પર બગદાદ સ્થિત ભારતીય દૂતાવાસ માટે +964 771 651 1185 (અંગ્રેજી અને હિન્દી) અને +964 770444 4899 રામલ્લાહ માટે તાત્કાલિક પરિસ્થિતિમાં લોકો +970592916418 પર કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ માટે +96565501946 હેલ્પલાઇન નંબર પર બહરીન સ્થિત ભારતીય દૂતાવાસ માટે 00973-39418071 છે. જોર્ડન સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક 00962-770 422 276 પર સંપર્ક કરવા તંત્રએ અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ